Divya Bhaskar

Home » Sports » IPL 2018 » IPL Diaries » IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over

એક સમયે ગામની શેરીઓમાં રમતો આ ક્રિકેટર, IPLએ બનાવ્યો કરોડપતિ

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:03 PM

ગામમાંથી આવતા આ ખેલાડીની બ્રાન્ડ વેલ્યૂ એક જ વર્ષમાં પોણા ત્રણ કરોડ રૂપિયા વધી

  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલ તેવટિયા.

    સ્પોર્ટ્સ ડેસ્કઃ સીહી ગામની શેરીઓમાં ક્રિકેટ રમી આગળ આવેલા રાહુલ તેવતિયાએ IPL 2018માં દિલ્હી વિરુદ્ધ કોલકાતાની મેચમાં દિલ્હી તરફથી રમતા 18 રનમાં 3 વિકેટ ઝડપી હતી. રસપ્રદ વાત એ છે કે, રાહુલ તેવતિયાએ આ ત્રણેય વિકેટ 20મી ઓવરમાં ઝડપી હતી. જેને કારણે કોલકાતાની ટીમ અંતિમ ઓવરમાં વધુ રન કરી શકી નહીં અને તેઓ 20 ઓવરમાં 200 રન જ કરી શક્યા હતા. રાહુલને દિલ્હી ડેરડેવિલ્સે 2018ની સીઝન માટે 3 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વર્ષ 2017માં રાહુલને કિંગ્સ ઈલેવન પંજાબે 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગામમાંથી આવતા આ ખેલાડીની બ્રાન્ડ વેલ્યૂ એક જ વર્ષમાં પોણા ત્રણ કરોડ રૂપિયા વધી ગઈ.

    4 વર્ષની વયથી રમવાની કરી હતી શરૂઆત...


    - રાહુલના પિતા કૃષ્ણપાલ તેવતિયા વ્યવસાયે વકીલ છે. તેમણે જણાવ્યું કે, દીકરાએ માત્ર 4 વર્ષની વયથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી હતી. પ્રારંભમાં તે પોતાના મિત્રો સાથે રમતો હતો. જોકે પછીથી પિતાએ રાહુલને વલ્લભગઢ સ્થિત એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું. ત્યાં અમુક સમય ક્રિકેટ શીખ્યા બાદ તે પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય યાદવની એકેડમીમાં પહોંચી ગયો હતો. લેગ સ્પિનર રાહુલના પિતાના જણાવ્યાં અનુસાર, ક્રિકેટર પુત્ર ક્રિકેટ સિવાય કંઈપણ વિચારતો જ નથી. તે પોતાના મિત્રો સાથે પણ ક્રિકેટની જ વાતો કરતો રહે છે. આઈપીએલ 2018ની હરાજી અગાઉ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં 13 વિકેટ ઝડપી હતી.

    આઈપીએલ 2017માં 11 મેચ બાદ મળી હતી તક....


    - આઈપીએલની ગત સીઝનમાં રાહુલને પંજાબે 25 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે સીઝનની 11 મેચોમાં તેને રમવાની તક જ નહોતી આપવામાં આવી. 11 મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ તક મળી ત્યારે રાહુલે મેચમાં 3 વિકેટ ઝડપી પોતાની ક્ષમતા દેખાડી દીધી હતી. રાહુલ રણજીમાં હરિયાણા તરફથી રમે છે, આ ઉપરાંત તે ઓએનજીસી તરફથી પણ ક્રિકેટ રમે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ રાહુલની વધુ તસવીરો........)

  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મિત્રો સાથે રાહુલ તેવટિયા.
  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલ તેવટિયા.
  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા સાથે રાહુલ તેવટિયા.
  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિરાટ કોહલી સાથે રાહુલ તેવટિયા.
  • IPL 2018: તેવટિયાએ ઝડપી 3 વિકેટ I Rahul Tewatia took 3 Wickets in Last Over
    રાહુલ તેવટિયા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending