TOP 10 મોમેન્ટ્સ, યુવીએ સચિનને કરી મદદ, તો પ્રિતીને મળી લગ્નની ઓફર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આઇપીએલ-8 પૂર્ણ થઇ ગઇ છે. ટૂર્નામેન્ટમાં કેટલાક વિવાદ સામે આવ્યા તો કેટલાક મોમેન્ટ પણ રહ્યાં, જેનાથી આ સીઝન હંમેશા યાદ કરવામાં આવશે. દેઢ મહિનાના સફરમાં ક્રિકેટર્સ રમત સાથે મજાક મસ્તી કરતા પણ નજરે પડ્યા હતા. એવામાં એક યાદગાર સમય રહ્યોં જે બે દિગ્ગજ ભારતીય ખેલાડીઓ, મુંબઇ ઇન્ડિયન્સના આઇકોન સચિન તેંડુલકર અને આઇપીએલ-8ના સૌથી મોઘા ખેલાડી દિલ્હી ડેરડેવિલ્સના યુવરાજ સિંહ વચ્ચેનો હતો. દિલ્હી અને મુંબઇની એક મેચ પહેલા યુવરાજ સિંહે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પગ પકડ્યા હતા. આ મેચમાં યુવરાજે 57 રન ફટકાર્યા હતા. યુવરાજની આક્રમક ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઇ હતી. કહેવામાં આવ્યુ કે સચિનના આશીર્વાદ લીધા બાદ યુવરાજે શાનદાર રમત રમી હતી.
પ્રિતીને મળી ઓફર
આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર અભિનેત્રી પ્રિટી ઝિન્ટાને લઇને પણ એક એવી તસવીર સામે આવી. મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં સ્ટેડિયમમાં બેઠેલા દર્શકે ટીમની ટી-શર્ટ આપવા પહોચેલી પ્રિટીને એક દર્શકે લગ્નની ઓફર જ કરી દીધી. એક દર્શક બેનર લઇને આવ્યો હતો જેની પર લખેલુ હતું “ પ્રિટી વિલ યૂ મેરી મી” તે સિવાય પણ આઇપીએલમાં કેટલીક એવી તસવીરો સામે આવી જે કેટલાક દિવસો સુધી ચર્ચામાં રહી હતી. જેમાં કેટલીક તસવીરોને લઇને વિવાદ પણ થયો તો કેટલાકમાં ખેલાડીના ફની મોમેન્ટ્સ શેર કરતા જોવા મળ્યા.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, IPL-8ની કેટલીક ચર્ચિત તસવીરો...