• Gujarati News
  • Shah Rukh Khan's Adorable Son AbRam Steals Surya Kumar Yadav's Thunder At Eden Gardens

PHOTOS: ગંભીર-સૂર્યકુમાર નહી પ્રથમ મેચમાં છવાયો SRKનો નવાબ અબરામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની આઠમી સિઝનની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભલે મેન ઓફ ધ મેચ મોર્ની મોર્કેલ રહ્યો હોય પણ ઇડન ગાર્ડન્સમાં રહેલા હજારો દર્શકો માટે ચર્ચાનો વિષય શાહરુખ ખાનનો નાનો પુત્ર અબરામ રહ્યો હતો. ટીમનો માલિક શાહરુખ ખાન પોતાના મિત્ર અને પરિવાર સાથે અબરામને લઈને પહોંચ્યો હતો. કેમરામાં અબરામના ઘણા ફોટો કેદ થયા હતા જેમાં તે સ્ટેન્ડમાં ઘણી મસ્તી કરતો હતો.
જીત પછી મેદાનમાં પણ આવ્યો અબરામ
મેચ દરમિયાન પોતાના પિતાા શાહરુખ ખાન સાથે સ્ટેન્ડમાં રહેલો નાનાા અબરામે અલ્ટ્રા સ્મોલ ટી શર્ટ પહેરી હતી. ટીમની જીત પછી કેકેઆરની પુરી ટીમ મેદાનમાં ચક્કર લગાવી દર્શકોનો ધન્યવાદ કરી રહી હતી ત્યારે મેદાનમાં અબરામ પણ પોતાના પિતાની સાથે આવ્યો હતો. પિતા સાથે રહેલો અબરામ થોડો સમય માટે જુહી ચાવલા પાસે પણ રહ્યો હતો.
શાહરુખે કહ્યું - જીતવું હંમેશા સારું લાગે છે
હોમગ્રાઉન્ડમાં પ્રથમ જીત બાદ શાહરુખે જણાવ્યું હતું કે, ‘‘મેચમાં જીત મેળવવી હંમેશા સારી લાગે છે. આ અમારી પ્રથમ મેચ હતી અને અમે સારુ પ્રદર્શન કર્યું હતું. મને વિશ્વાસ છે કેે આગામીી મેચમાં પણ અમારું સારુ પ્રદર્શન જારી રહેશે.’’
આગળ ક્લિક કરો અને જુઓ, શાહરુખ અને અબરામની સ્ટેડિયમમાંથી ખાસ તસવીરો...