• Gujarati News
  • Mitchell Starc Stays Back To Support Girlfriend Alyssa

આ છે સ્ટાર્કની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, ઓસ્ટ્રેલિયાને જીતાડી ચુકી છે વર્લ્ડકપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગ્લોર: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મિચેલ સ્ટાર્ક શાનદાર ફોર્મમાં છે. તેને 24 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તે બાદ 26 એપ્રિલે દિલ્હી વિરૂદ્ધ 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બન્ને મુકાબલામાં આરસીબીનો વિજય થયો હતો. સ્ટાર્ક આઇપીએલ-8માં અત્યાર સુધી ત્રણ મેચમાં 7 વિકેટ લઇ ચુક્યો છે. તેનો શ્રેય તેની ક્રિકેટર ગર્લફ્રેન્ડ એલિસા હિલીને જાય છે. એલિસા હિલી ગત બન્ને મુકાબલામાં સ્ટાર્કને ચીઅર કરવા માટે સ્ટેડિયમમાં હાજર હતી.
ટી-20 વર્લ્ડકપ-2014માં ઓસ્ટ્રેલિયાને જીતાડ્યુ
એલિસા હિલી સ્ટાર્કની ગર્લફ્રેન્ડ તો છે જ પરંતુ તે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઇયાન હિલીના રિલેશનમાં આવે છે. તે ઇયાનની ભત્રીજી છે. તમને જણાવી દઇએ કે ઇયાન હિલી પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે 119 ટેસ્ટ અને 168 વન ડે મેચમાં વિકેટ કિપીંગ કરી ચુક્યા છે. એલિસા હિલી 2014માં બાંગ્લાદેશની યજમાનીમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપની વિજેતા મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાની વિકેટકિપર હતી. વુમન ટી-20 વર્લ્ડકપ 2014ની સેમિ ફાઇનલમાં એલિસા હિલીએ માત્ર 21 બોલમાં વિસ્ફોટક ઇનિંગ રમતા 30 રન બનાવ્યા હતા. જેને કારણે ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 140 રન બનાવી શકી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 132 રન જ બનાવી શકી હતી.
વર્લ્ડકપ દરમિયાન સ્ટાર્ક એલિસા માટે રોકાયો હતો
ટી-20 વર્લ્ડકપ 2014માં ઓસ્ટ્રેલિયાના બહાર થઇ ગયા બાદ સ્ટાર્ક સ્વદેશ પરત ફર્યો હતો પરંતુ કેટલાક દિવસો બાદ ફરી તે બાંગ્લાદેશ આવ્યો હતો. આ વિશે સ્ટાર્કનું કહેવુ છે,” હું હિલી સાથે રહીશ તો તે સારૂ પ્રદર્શન કરશે અને મને પણ સારૂ લાગશે. અમે લોકો આગળ ન વધી શક્યા તો ઓછામાં ઓછી હિલીની ટીમ જ વર્લ્ડકપ જીતી જાય.” અંતે એમ જ થયુ.
આ માટે હોય છે એક- બીજા સાથે
આ પ્રથમ પ્રસંદ નથી જ્યારે સ્ટાર્ક હિલીના મુકાબલા માટે બાંગ્લાદેશમાં હાજર હતો. આ પહેલા પણ અવાર નવાર બન્ને સાથે જોવા મળ્યા હતા. હિલી પણ સ્ટાર્ક સાથે કેટલાક પ્રવાસમાં નજરે પડી હતી. સૌથી મોટી વાત એ છે કે બન્ને માને છે કે એક બીજાને પ્રોત્સાહન આપવાથી તેમના પ્રદર્શન પર સારી અસર પડે છે. એક વખત સ્ટાર્કે પણ કહ્યું હતુ કે તેનું પ્રદર્શન હિલીને કારણે જ સૌથી સારૂ થઇ રહ્યું છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરો અને જુઓ, મિચેલ સ્ટાર્ક અને એલિસા હિલીની કેટલીક તસવીરો...