મુંબઈની જીત પછી ક્રેઝી થયો હતો સચિન, અંજલિ-સારા સાથે લીધી SELFIE

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : આઈપીએલ-8માં ચેમ્પિયન બન્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ ઉજવણીમાં મસ્ત બની ગયા હતા. ટીમની જીત પછી સચિન તેંડુલકર પણ ઘણો ઉસ્તાહિત હતો અને સેલ્ફી લેવામાં મગ્ન બની ગયો હતો. સચિને પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે સેલ્ફી લીધી હતી. આ ફોટો ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી હતી. સાથે લખ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સના જીતની ઉજવણી. પરિવાર ઉપરાંત મુંબઈના હેડ કોચ રિકી પોન્ટિંગ અને સાથી પ્લેયરો સાથે પણ સેલ્ફી લીધી હતી. ઉલ્લેખનિય છે કે સચિન ટીમનો આઇકોન પ્લેયર છે. (મુંબઈ ઈન્ડિયન્સના ભવ્ય વિજય બાદ યોજાઈ પાર્ટી)
બીજી વખત મુંબઈ ચેમ્પિયન
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બની છે. આ પહેલા 2013માં પણ ચેન્નાઈને કોલકાતામાં હરાવી મુંબઈની ટીમ ચેમ્પિયન બની હતી. તે ટીમમાં સચિન એક પ્લેયર તરીકે સામેલ હતો. 2013ની આઈપીએલ પછી સચિને નિવૃત્તિ જાહેર કરી હતી.
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને જુઓ, સચિન તેંડુલકરની સેલ્ફી અને ઉજવણી.....