મેદાનમાં બોલાવી રનોની રમઝટ, આ રહ્યા IPL-8ના ફાસ્ટેસ્ટ 50 અને 100

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : આઈપીએલની આઠમી સિઝનમાં ઘણી ધમાકેદાર ઇનિંગ્સો જોવા મળી હતી. ઘણી એવી ઇનિંગ્સો હતી જેને ઘડીકમાં મેચની બાજી પલટાવી નાખી હતી અને ટૂર્નામેન્ટમાં રોમાંચ ઉભો કર્યો હતો. જેટલી મજા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન ક્રિસ ગેઈલ દ્વારા બનાવેલા 46 બોલમાં ફટકારેલી ફાસ્ટેસ્ટ સદીમાં આવી તેટલી જ મજા 19 બોલમાં હરભજન સિંહ દ્રારા બનાવેલી ફાસ્ટેસ્ટ અડધી સદીમાં આવી હતી.
ગેઈલની ફાસ્ટેટ સદી
કિંગ્સ ઇલેવન પંજાબ સામે ગેઈલે જે અંદાજમાં બેટિંગ કરી હતી તેને પ્રશંસકો રાહ જોઈ રહ્યા હતા. મેદાનમાં ચારે બાજુ શોટ ફટકારતા ગેઈલે મેચમાં 7 ફોર અને 12 સિક્સરો ફટકારી હતી. 205.26ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા ગેઈલે 46 બોલમાં સદી પુરી કરી હતી અને મેચમાં કુલ 117 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સના કારણે મેચ એક તરફી બેંગલોરની બાજુ રહી હતી. આરસીબીએ આ મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 88 રનમાં આઉટ થઈ ગઈ હતી.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરો અને જાણો, આઈપીએલ-8માં ફાસ્ટેસ્ટ સદી અને અડધી સદી ફટકારનાર કયા-કયા છે બેટ્સમેનો...