મુંબઈ : આઈપીએલ-8ની વચ્ચે રાજસ્થાન રોયલ્સે સ્ટિવન સ્મિથને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં શેન વોટ્સન હોવા છતા કેપ્ટનશિપ કરી હતી. સ્મિથે વર્લ્ડકપ પહેલા માઇકલ ક્લાર્ક ઈજાગ્રસ્ત થતા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેણે એક પછી એક ચાર સદી ફટકારી ટીમ મેનેજમેન્ટના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો. તેને આઈપીએલની પ્રથમ મેચમાં કેપ્ટનશિપ તરીકે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોઈ એક મેચથી કોઈ પ્લેયરનું ટેલેન્ટ આંકી શકાય નહી. દરેક પુરુષની જેમ સ્ટીવન સ્મિથની સફળતા પાછળ પણ એક મહિલાનો હાથ છે. આ મહિલા છે તેની ગર્લફ્રેન્ડ ડૈનીએલા વિલ્સ. ડૈનીએલા હાલ ભારતમાં છે અને રાજસ્થાનની દરેક મેચમા જોવા મળે છે.
સ્મિથ માને છે લકી
વિલ્સ અને સ્મિથ 2012થી રિલેશનશિપમાં છે. તે પ્રથમ એકસાથે ભારતના બેંગલોર એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. આ સમયે સ્મિથ ભારતમાં આઈપીએલમાં ભાગ લેવા આવ્યો હતો. સ્મિથના જીવનમાં જ્યારથી વિલ્સ આવી છે ત્યારથી ઘણી સફળતા મળી રહી છે. આ વાત સ્મિથ પણ માને છે. વિલ્સે ભારત આવ્યા પછી કહ્યું હતું કે, ‘‘હું અહી આવવા માંગું છું. અમે બન્ને 6 મહિનાથી ડેટિંગ કરી રહ્યા છીએ. સ્મિથ મને લકી માને છે અને અમે બન્ને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ.’’
કોણ છે ડૈનીએલા વિલ્સ?
વિલ્સ સિડનીની રહેવાસી છે. તેણે કોમર્સમાં અભ્સાસ કર્યા બાદ મૌક્યોરી યૂનિવર્સિટીથી લો નો અભ્યાસ કર્યો હતો. આ પછી તે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી વોટરપોલો ગેમમાં ભાગ લેતી હતી. વિલ્સને સૌથી સુંદર ઓસ્ટ્રેલિયન WAGs (ગર્લફ્રેન્ડ અથવા પત્ની) માનવામાં આવે છે.
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને જુઓ, સ્મિથ અને ગર્લફ્રેન્ડ ડૈનીએલા વિલ્સની ખાસ તસવીરો....