• Gujarati News
  • Virat Kohli Says WC Semis Was Very Disappointing, Have Tried To Give A Lot To Indian Cricket

કોહલીનું છલકાયું દર્દ, WCની સેમિ ફાઇનલમાં પરાજય બાદ કરેલા વર્તનથી ઘણો દુખી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : વિરાટ કોહલી વિશ્વકપ બાદ પહેલી વખત મીડિયા સામે આવ્યો હતો. તેણે સેમિફાઇનલમાં હાર બાદ તેની રમત અને અનુષ્કા અંગે પ્રશંસકોએ ટિપ્પણી કરી તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું. જોકે તેની વાતોમાં ભાવુકતા કરતાં કડવાશ વધારે હતી. સોશિયલ મીડિયામાં અનુષ્કા અંગે કરવામાં આવેલા કટાક્ષ અંગે વિરાટે જણાવ્યું હતું કે હું ખૂબ જ દુ:ખી છું. જે લોકોએ આ બધી વાતો કરી છે તેમને આવી વાતો ઉપર શરમ આવવી જોઇએ. માત્ર એક જ મેચ બાદ આવી પ્રતિક્રિયા નિરાશાજનક હતી.

તેના કારણે ઘણા લોકો ઉપરથી તમારો વિશ્વાસ ઊઠી જાય છે. મીડિયા અને ટીકાકારો અંગે કોહલીએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં મેં ભારત માટે કેટલી મેચો જીતી છે. બીજાની સરખામણીએ સતત સારું રમ્યો છું. મને નથી લાગતું કોઈ અન્ય ખેલાડીએ મારાં કરતાં સારો દેખાવ કર્યો હોય. ખરાબ ફોર્મ વખતે મીડિયાનો માપદંડ દરેક ખેલાડીએ અલગ-અલગ હોય છે. જો હું બે મેચમાં સારું ન રમું તો તે ખરાબ ફોર્મ ગણાશે. બીજો કોઈ ખેલાડી દસમાંથી બે મેચમાં સારું રમે તો તે સારાં ફોર્મમાં છે એમ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે સેમિફાઇનલમાં વિરાટ ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ વિરાટ અને અનુષ્કાને લઈને સોશિયલ મીડિયામાં બહુ ટિપ્પણીઓ થઈ હતી. જોકે તેના તાજેતરના નિવેદન બાદ ફરીથી લોકો સોશિયલ મીડિયા ઉપર તેને સલાહ આપવા લાગ્યા છે.
સચિન અને ધોની પાસેથી ટીકા સહન કરતાં શીખ
-બેબી વિરાટ કોહલી સચિન પાસેથી નહીં તો કેપ્ટન કૂલ ધોની પાસેથી જ કશુંક શીખી લે. - @તૃપ્તિ રાવત
-વિરાટે સચિન પાસેથી શીખવું પડશે કે ટીકા કેવી રીતે સહન કરાય છે. - @સંશુમાન
-વિરાટ તારે આઈ અને માયસેલ્ફ કરતાં વધારે આગળ નીકળવાની જરૂર છે. - @સ્વાતિ રાજડે
-આટલો દુ:ખી છે તો ઘેર બેસી જા, તારા કરતાં સારું ટેલેન્ટ અકારણ બહાર બેઠું રાહ જુએ છે. - @ધાત્રી99
-વિરાટ કોહલી અમારા જેવા ફેન્સ જ તારા જેવા ખેલાડીઓને ભગવાન અને હીરો બનાવે છે. ધ્યાન રાખજે. - @રાજાબાબુ
-વિરાટ તું ટીમ ઇન્ડિયા કે ક્રિકેટ કરતાં મોટો નથી. પોતાના મોઢે મિયાં મીઠ્ઠુ ન બન યાર. - @કૃપાલઆર
-ભાઈ અમે ફેન્સ છીએ કે જે પૈસા અને સમયનો બગાડ કરીને તમારી મેચ કે કોઈની ફિલ્મ જોવા માટે જઇએ છીએ. - @અર્જુન-82
-વિરાટ અમારાં વખાણ જ કરોડોનો કારોબાર અપાવે છે. નારાજગી તો વહોરવી પડશે. - @પામ લોબે
આગળ ક્લિક કરો અને જુઓ, સેમિ ફાઇનલમાં પરાજય બાદ વિરાટ અને અનુષ્કાને ઉડાવેલી મજાક અને સ્ટેડિયમમાં હાજર રહેલી અનુષ્કાની તસવીરો