જ્યારે શાહરૂખના પુત્રને પિચ પર આવતા રોક્યો, કહ્યું- ગયો તો લાગી જશે પ્રતિબંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકત્તા: લાગે છે કે બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન વાનખેડેમાં પ્રતિબંધવાળી વાત હજુ સુધી ભૂલી શક્યો નથી. આ કારણે જ પોતાના પુત્ર અબરામને તેને ‘ઇડન ગાર્ડન’માં જીતની ઉઝવણી દરમિયાન પિચ પર આવતા રોક્યો હતો. આઇપીએલ-8ની ઓપનિંગ મેંચમાં શાહરૂખની કોલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યુ હતુ. આ જીતની ઉજવણીના સમયે જ્યારે નાનો પુત્ર અબરામ પિચ પાસે રમી રહ્યોં હતો ત્યારે ઓન એર ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને તેને પિચ તરફ જતા રોકી નાખ્યો. બાદમાં હસીને કહ્યુ- “ નહી બેટા..પિચ પર મત જાના... વર્ના બેન લગ જાએગા.”
અબરામની મેદાન પર મસ્તી
શાહરૂખ ખાને મેચ જીત્યા બાદ પુત્ર અબરામ, આયર્ન અને પુત્રી સુહાના સાથે મેદાનના ચક્કર લગાવી દર્શકોનો આભાર માન્યો હતો. પ્રથમ વખત કોઇ મેચ જોવા આવેલા અબરામે મસ્તી કરી હતી. તો ઘણા સમય સુધી તે શાહરૂખના સ્ટાફ સાથે મેદાન પર રમતો જોવા મળ્યો. બાદમાં ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર પણ અબરામ સાથે મસ્તી કરતો નજરે પડ્યો હતો.
સ્ટેડિયમમાં શાહરૂખની એન્ટ્રી પર લાગ્યો હતો પ્રતિબંધ
શાહરૂખ ખાન કેકેઆર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલ મેચ દરમિયાન વિવાદોમાં આવ્યો હતો. વિવાદનું કારણ શાહરૂખને મેદાન પર જતા રોકવામાં આવ્યો હતો. આ મામલે શાહરૂખ ખાન સિક્યુરીટી ગાર્ડ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. મુંબઇ ક્રિકેટ એસોશિએશન અનુસાર, શાહરૂખ ત્યારે દારૂના નશામાં હતો. જો કે શાહરૂખનું કહેવુ હતુ કે તેને દારૂ પીધો નહતો. તેને ખોટી ભાષાનો ઉપયોગ જરૂર કર્યો હતો કારણ કે સિક્યુરિટી ગાર્ડ તેના બાળકો અને મિત્રો સાથે ગેરવર્તણૂક કરી રહ્યોં હતો. આ વિવાદ બાદ શાહરૂખ ખાન પર મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં એન્ટરી પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ, જીત બાદ ઉજવણી દરમિયાન શાહરૂખ ખાન અને અબરામની તસવીરો...