PHOTOS: મુંબઇ ઇન્ડિયન્સે વાનખેડેમાં કરી ઉજવણી, આવો હતો માહોલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: આઇપીએલમાં બીજી વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે પોતાના પ્રશંસકો સાથે વાનખેડે સ્ટેડિયમમાં જીતની ઉજવણી કરી હતી. કેપ્ટન રોહિત શર્મા પોતાની ટીમ સાથે સોમવારે કોલાકાતાથી મુંબઇ પહોચ્યો હતો. ત્યાં ટીમના સલાહકાર સચિન તેંડુલકર પોતાના પરિવાર અને ટીમના સહ માલિક નીતા અંબાણી સાથે ઘરેલૂ મેદાન પર પહોચ્યો હતો. ઉજવણી પહેલા તેંડુલકરે ટ્વીટ કર્યુ, વાનખેડે સ્ટેડિયમમાં 25 મે સાંજે 7:45 વાગ્યે પ્રશંસકો સાથે જીતની ઉજવણી કરી રહ્યાં છીએ. આ વિજયી વર્ષ 2015ના શાનદાર ક્ષણનો આનંદ ઉઠાવો.” ઓફ સ્પિનર હરભજનસિંહે પણ જીતની ઉજવણીમાં શામેલ થવા માટે આમંત્રણ પાઠવ્યુ હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, મુંબઇની જીતની ઉજવણીની વધુ તસવીરો...