• Gujarati News
  • Kings XI Punjab Player Glenn Maxwell Catch Brilliant Try

PHOTOS: મેક્સવેલે બાઉન્ડ્રી પર કેચ પકડવા માર્યો કુદકો, લાગી સિક્સર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણે: ઇન્ડિયન પ્રીમિયર લીંગની 8મી સિઝનની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સના જેમ્સ ફોકનરે ફટકારેલા શોટને મેક્સવેલે બાઉન્ડ્રી લાઇન પર એક હાથે કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના હાથને અડીને બાઉન્ડ્રીની બહાર ગયો હતો અને અમ્પાયરે સિક્સર આપી હતી.
તો આ તરફ કિંગ્સ ઇલેવન પંજાબની બેટિંગ વખતે મેચની 4થી ઓવરના અંતિમ બોલે જેમ્સ ફોકનરની ઓવરમાં શોટ ફટકારવા જતા ગ્લેન મેક્સવેલ આઉટ થયો હતો. ટીમ સાઉથીએ ડ્રાઇવ લગાવી મેક્સવેલનો અદભૂત કેચ પકડ્યો હતો. મેક્સવેલ 5 બોલમાં 7 રન બનાવી આઉટ થયો હતો. ચુસ્ત ફિલ્ડીંગ છતા આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ 26 રનથી હારી ગયુ હતુ.
આગળની સ્લાઇડ ક્લિક કરો અને જુઓ, કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓની ફિલ્ડીંગની તસવીરો...