• Gujarati News
  • Gautam Gambhir's Bat Broken Out During KKR And Mumbai Indians Match In IPL 8

મેચ દરમિયાન ગંભીરના બેટના થયા બે કટકા, યુવરાજ સિંહે કરી મજાક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : કોલકાતા નાઇટ રાઇડર્સે ચેમ્પિયનની જેમ રહેતા આઈપીએલ-8ની ઓપનિંગ મેચમાં વિજય મેળવ્યો છે. કોલકાતાએ મુંબઈને સાત વિકેટે પરાજય આપ્યો હતો. મેચમાં કેપ્ટન ગૌતમ ગંભીરે 57 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન ગંભીરના બેટના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટના બીજી ઓવરના પ્રથમ બોલે જ બની હતી. વિનય કુમારના બોલ ઉપર ગંભીરે ફાસ્ટ શોટ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો, આ દરમિયાન તેના બેટના બે ટુકડા થઈ ગયા હતા. ગંભીરની રમત ઉપર કોઈ અસર પડી ન હતી. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજુ બેટ મંગાવી લીધું હતું.
યુવરાજે કરી મજાક
આ ઘટના ઉપર દિલ્હી ડેરડેવિલ્સના યુવરાજ સિંહે મજાક કરી હતી. યુવરાજે ચુટકી લેતા ટ્વીટ કર્યું હતું કે, ‘હવે તે ગૌતમ ગંભીરની સાઇઝનું બેટ દેખાય છે.’ yuvraj singh@Now that actually looks like @GautamGambhir size bat ! #IPL2015. ઉલ્લેખનિય છે કે ભારતના આ બન્ને ક્રિકેટરો એકબીજાના સારા મિત્રો છે.
આગળ ક્લિક કરો અને જુઓ, આ ઘટનાની તસવીરો...