• Gujarati News
  • Facts Chennai Super Kings 70 Time Won All Ipl Session

FACTS: 70 જીત સાથે IPLમાં ટોપ પર છે ચેન્નઇ, ધોનીનો પણ છે રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ: આઇપીએલ-8ની પોતાની ઓપનિંગ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે રોમાંચક મુકાબલામાં એક રનથી વિજય મેળવ્યો હતો. આઇપીએલમાં ચેન્નઇની આ 70મી જીત હતી. આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સે 116માંથી 70 મેચમાં જીત મેળવી છે જે સૌથી વધુ છે. 150 રનનો પડકાર આપતા એમ લાગી રહ્યું હતુ કે દિલ્હી માટે મેચ જીતવી મુશ્કેલ નહી હોય. કારણ કે ટી 20 ફોરમેટમાં 150 આસપાસ રન બને જ છે પરંતુ અંતિમ બોલ પર ચેન્નઇએ જીત મેળવી હતી. અંતિમ બોલ પર દિલ્હીને જીતવા માટે 6 રનની જરૂર હતી પરંતુ એલ્બી મોર્કલ માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો.
છઠ્ઠી વખત બચાવ્યો સ્કોર
આ છઠ્ઠી વખત છે જ્યારે ચેન્નઇએ 150થી ઓછો સ્કોર બનાવીને મેચ જીતી હોય. આ મામલે ચેન્નઇ બીજા નંબરે છે. આ રેકોર્ડ કોલકત્તા નાઇટ રાઇડર્સના નામે છે. જેને 150થી ઓછા સ્કોરે સાત વખત મેચ જીતી હોય.
સાથે જ ધોની એકમાત્ર એવો કેપ્ટન બની ગયો છે જેને આઠ સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી છે. અન્ય ટીમોના કેપ્ટનો કેટલીક સીઝનમાં બદલાઇ ગયા છે.
આગળ ક્લિક કરો અને જુઓ, ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલહી વચ્ચેની મેચના કેટલાક ફેક્ટ્સ...