ધોનીની પુત્રી ઝીવાનો સામે આવ્યો પ્રથમ VIDEO, ગેઇલ-બ્રાવો સાથે પડાવી હતી સેલ્ફી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ: આઇપીએલમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની પુત્રી ઝીવા રહી હતી. અત્યાર સુધીની ઝીવાની કેટલીક તસવીરો સામે આવી ચુકી છે પરંતુ હવે પ્રથમ વખત ઝીવાનો વીડિયો સામે આવ્યો છે.ધોની સતત બે મહિનાથી પુત્રી અને પત્ની સાક્ષી સાથે આઇપીએલમાં જોવા મળતો હતો. આઇપીએલ દરમિયાન ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડી ડ્વેન બ્રાવોના મ્યૂઝિક લોન્ચ વખત ધોનીએ પોતાની ટીમના સાથીઓ સાથે પુત્રી ઝીવાનો એક વીડિયો શૂટ કર્યો હતો. જે ઘણા દિવસ બાદ સામે આવ્યો છે.
સેલ્ફી લેવા માટે લાગી હતી હોડ
ચેન્નઇ સુપરકિંગ્સના પ્લેયર ડ્વેન બ્રાવોના મ્યૂઝિક લોન્ચ પ્રસંગે ધોની પત્ની અને પુત્રી સાથે પહોચ્યો હતો. અહી ધોનીની પુત્રી ઝીવા સાથે સેલ્ફી ખેચવા માટે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર્સ વચ્ચે હોડ લાગી હતી. ખાસ કરીને ક્રિસ ગેઇલ અને ડ્વેન બ્રાવો વચ્ચે. મહત્વપૂર્ણ છે કે આ લોન્ચિંગ ઇવેન્ટમાં સીએસકે ટીમના તમામ ખેલાડી અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ શામેલ થયા હતા.
ભારતીય સંગીત સાથે ઘણી લાગણી - બ્રાવો
મ્યૂઝીક લોન્ચ પાર્ટીમાં બ્રાવોએ કહ્યું હતું કે, ‘‘જ્યાં હું ક્રિકેટ રમતો નથી ત્યારે હુ ડીજે બ્રાવો બની જાઉ છું. મને સંગીત સાથે પ્રેમ છે, ભારતીય સંગીત સાથે ઘણી લાગણી છે. ‘ચલ ચલો’ આ ક્રમમાં મારી એક ઉપલબ્ધિ છે.’’
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ધોની અને અન્ય ક્રિકેટરોની પુત્રી ઝીવા સાથેની મસ્તી......