Home » Sports » IPL 2017 » IPL @ Rochak » IPL 2018માં રસેલે ફટકારી છે સૌથી વધુ સિક્સ I Russell Hit Most Sixes in IPL 2018

KKRના આ ઓલરાઉન્ડરે T20માં ફોર કરતા વધુ ફટકારી છે સિક્સ, બનાવ્યો આ રેકોર્ડ

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 05:04 PM

રસેલ ટી20માં સૌથી વધુ સિક્સ અને ફોર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબરે છે

  • IPL 2018માં રસેલે ફટકારી છે સૌથી વધુ સિક્સ I Russell Hit Most Sixes in IPL 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આંદ્રે રસેલ.

    કોલકાતાઃ IPL 2018માં 16 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને દિલ્હી ડેરડેવિલ્સ (ડીડી) વચ્ચે મુકાબલો રમાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં રસેલે નાની પરંતુ આક્રમક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 12 બોલમાં 41 રન ફટકારી દીધા હતી. જેમાં 6 સિક્સ સામેલ હતી. રસેલના શાનદાર પ્રદર્શનના કારણે કેકેઆરને મદદ મળી અને તેની ટીમે મેચ 71 રનથી જીતી લીધી હતી. આંદ્રે રસેલ આઈપીએલનો સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાંથી એક માનવામાં આવે છે. તેણે ભલ-ભલા બોલર્સની ધોલાઈ કરી છે. રસેલે પોતાના ટી20 કરિયરમાં ફોર કરતા વધુ સિક્સ ફટકારી છે.

    રસેલના નામે છે આ રેકોર્ડ


    - રસેલે પોતાની ટી20 કરિયરમાં 259 સિક્સ અને ટી20માં 256 ફોર ફટકારી છે. આમ કરી રસેલ ટી20માં સૌથી વધુ સિક્સ અને ફોર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજો સ્થાને પહોંચી ગયો છે. દિલ્હી વિરુદ્ધ કોલકાતાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી, જેમાં નીતિશ રાણે અને રસેલે કરેલી આક્રમક બેટિંગના કારણે કેકેઆર 20 ઓવરમાં 200 રન કરી શક્યું હતું. ટૂર્નામેન્ટના ટ્રેન્ડથી વિપરીત દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આ સ્કોર ચેઝ કરી શકી નહોતી. કેકઆર તરફથી રમતા રસેલે 2018ની સીઝનમાં અત્યારસુધી 19 સિક્સ ફટકારી છે, તેની પછી આ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી સંજુ સેમસન (10 સિક્સ) છે. ફોર કરતા વધુ સિક્સ ફટકારવા મામલે રસેલથી આગળ માત્ર કેરોન પોલાર્ડ છે, જેણે પોતાના ટી20 કરિયરમાં 521 ફોર અને 523 સિક્સ ફટકારી છે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............)

  • IPL 2018માં રસેલે ફટકારી છે સૌથી વધુ સિક્સ I Russell Hit Most Sixes in IPL 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેરોન પોલાર્ડ.
  • IPL 2018માં રસેલે ફટકારી છે સૌથી વધુ સિક્સ I Russell Hit Most Sixes in IPL 2018
    સંજુ સેમસન.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ