STING: 500રૂ.માં વગર ટિકિટે સ્ટેડિયમમાં એન્ટ્રી, ધોનીની મેચને લઇને સોદો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર: આઇપીએલ મેચમાં કેટલાક લોકો 500 રૂપિયા લઇને વગર ટિકિટે સ્ટેડિયમમાં એન્ટ્રી કરાવી રહ્યાં છે.જેમાં આઇપીએલ મેચ માટે ટિકિટ એજન્સી બુક માય શોનો કર્મચારી શામેલ હતો. એટલુ જ નહી તે મંગળવારે ચેન્નઇ સુપરકિંગ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની મેચમાં વગર ટિકિટે મેચ બતાવવાનો સોદો પણ કરતો હતો.
કર્મચારીઓ જ કરી રહ્યાં છે કાળા બજારી
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ બે મેચો માટે ટિકિટોની મારામારી વચ્ચે દલાલ પણ સક્રિય થઇ ગયા છે. એક તરફ ઓન લાઇન વેચાણમાં જ 700થી 16 હજાર સુધીની ટિકિટ સોલ્ડ આઉટ થઇ, તો બીજી તરફ ટિકિટોને લઇને કાળા બજારી પણ થઇ હતી. આ મામલે ભાસ્કરે તપાસ કરી તો માલુમ પડ્યુ કે આ કામમાં સ્ટેડિયમની અંદર બહાર ટિકિટ ચેક કરતા બુક માય શોના કર્મચારીઓ જ શામેલ હતા. બુક માય શોના સેન્ટરમાં બેસીને આ લોકો દર્શકોને અંદર મોકલવાનું સેટિંગ કરી રહ્યાં હતા. સાંજે મેચ દરમિયાન સ્ટેડિયમમાં પ્રવેશ આપવા માટે પ્રતિ વ્યક્તિ તેમની પાસેથી 500 રૂપિયા પડાવવામાં આવતા હતા.
ના ચેકિંગ ના કોઇ પૂછપરછ
તેમનું કહેવુ હતુ કે જેટલા પણ લોકો આવશે તેમને પ્રવેશ મળી જશે. અમારી ટીમ આ લોકોને મળીને ટિકિટ વગર અંદર પણ પહોચી હતી. મામલો સામે આવતા જ સિક્યુરિટીએ ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યુ હતું. ત્યાં, બુક માય શોની હેડ ઓફિસ મેનેજમેન્ટનું કહેવુ હતુ કે આ રીતની ભૂલ મોટી વાત છે અમે તેની તપાસ કરાવીશું. ત્યાં આઇજીએ જણાવ્યુ કે ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.
રાયપુરમાં હતી બે મેચ
રાયપુરમાં આઇપીએલ-8ની બે મેચ રમાઇ હતી. પ્રથમ મેચ 9 મે દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ અને બીજી 12 મે ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ હતી. ધોનીને કારણે લોકોનું આકર્ષણ બીજી મેચમાં વધુ હતુ. મેચ જોનારા પ્રશંસકોની સંખ્યા સીટથી વધુ હોવાને કારણે સેન્ટર પર ટિકિટ મળી શકતી નહતી. જેનો ફાયદો બુક માય શોના કર્મચારીઓ ઉઠાવી રહ્યાં હતા.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત વધુ માહિતી...