વર્લ્ડકપ / યુવરાજથી રૈના સુધી, આ ખેલાડી હવે ક્યારેય ભારત માટે વર્લ્ડકપમાં રમતા નહી જોવા મળે

From Yuvraj to Raina, this player is no  seen in the World Cup for India

divyabhaskar.com

Apr 17, 2019, 08:11 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની આ ટીમમાં 8 ખેલાડી પ્રથમ વખત વર્લ્ડકપ રમતા જોવા મળશે. વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થતાની સાથે જ યુવરાજ સિંહ અને સુરેશ રૈના સહિતના કેટલાક ખેલાડીઓનું વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન તૂટી ગયુ હતું. દરમિયાન અમે તમને કેટલાક એવા ભારતીય ખેલાડી વિશે જણાવી રહ્યાં છીએ જે હવે ક્યારેય વર્લ્ડકપમાં રમતા નહી જોવા મળે.

સુરેશ રૈના

સુરેશ રૈના પણ હવે ભાગ્યે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે વન ડે વર્લ્ડકપ રમતો જોવા મળશે. સુરેશ રૈના 32 વર્ષનો છે અને આગામી વર્લ્ડકપ 2023માં રમાવાનો છે. જો સુરેશ રૈનાએ આ વર્લ્ડકપ રમવો છે તો પોતાની ફિટનેસ પર સતત કામ કરવુ પડશે અને ઘરેલુ સિઝનમાં રન પણ બનાવવા પડશે. સુરેશ રૈના લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. ગત ત્રણ વર્ષમાં સુરેશ રૈનાએ ભારત માટે માત્ર 3 વન ડે મેચ રમી છે. રૈના ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે, જેને કારણે તેને વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યુ નથી. સુરેશ રૈના ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2011 અને 2015નો વર્લ્ડકપ રમી ચુક્યો છે.

યુવરાજ સિંહ

કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવનારા સિક્સર કિંગના નામે જાણીતો યુવરાજ સિંહ પણ હવે વર્લ્ડકપ નહી રમી શકે. 2011ના વર્લ્ડકપમાં યુવરાજ સિંહે પોતાની રમતથી તમામનું દિલ જીતી લીધુ હતુ અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2003,2007 અને 2011નો વન ડે વર્લ્ડકપ રમ્યો છે અને વર્લ્ડકપમાં તેના નામે 738 રન અને 20 વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે.

હરભજન સિંહ

ભારતીય ક્રિકેટ ટીમ માટે 2011ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા હરભજન સિંહે 2003,2007 અને 2011નો વર્લ્ડકપ રમ્યો છે. હરભજન સિંહ પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડકપમાં રમતો નહી જોવા મળે. 38 વર્ષીય ભજ્જી સંન્યાસનું એલાન પણ કરી શકે છે. ભારત માટે 236 વન ડે મેચ રમી ચુકેલા હરભજનના નામે વન ડે વર્લ્ડકપમાં 20 વિકેટ ઝડપવાનો રેકોર્ડ પણ છે.

રવિચંદ્રન અશ્વિન

આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન પણ સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે 2 વન ડે વર્લ્ડકપ (2011 અને 2015) રમી ચુકેલા આર.અશ્વિન લાંબા સમયથી ભારતીય વન ડે ટીમની બહાર છે. વર્ષ 2017ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદથી અશ્વિનને આરામનું નામ આપીને વન ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આગામી વર્લ્ડકપ ટીમમાં પણ અશ્વિનને તક આપવામાં આવી નથી. વર્તમાનમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે, એવામાં અશ્વિનના વર્ષ 2023ના વન ડે વર્લ્ડકપમાં રમવાની તક ઘણી ઓછી છે. ભારત માટે 111 વન ડે મેચમાં 150 વિકેટ ઝડપનારા અશ્વિને 10 વન ડે વર્લ્ડકપ મેચ રમી છે જેમાં 17 વિકેટ ઝડપી છે.

વર્લ્ડકપ 2019: ટીમ ઇન્ડિયામાં કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થશે તો રાયૂડુ-પંતનો થઇ શકે છે સમાવેશ

X
From Yuvraj to Raina, this player is no  seen in the World Cup for India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી