યાસિર શાહે ટેસ્ટમાં ફટકારી વિકેટોની બેવડી સદી, 82 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

divyabhaskar.com

Dec 06, 2018, 04:06 PM IST
Yasir Shah becomes fastest cricketer to take 200 Test wickets

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ક્લૈરી ગ્રિમેટના નામે હતો. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની નિર્ણાયક મેચની બીજી ઇનિંગમાં યાસિર શાહે આ સિદ્ધિ મેળવી હતી. વિલિયમ સોમરવિલની વિકેટ ઝડપતા જ યાસિરે ઇતિહાસ રચ્યો હતો.

યાસિર શાહની ટેસ્ટમાં સૌથી ઝડપી 200 વિકેટ

યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટનો આંકડો 33 મેચમાં પૂર્ણ કર્યો હતો, જ્યારે ગ્રિમેટે આ સિદ્ધિ 36 મેચમાં કરી હતી. યાસિર શાહે પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં યાસિરે ટોમ લાથનને આઉટ કર્યો હતો અને તે બાદ સોમરવિલને આઉટ કરી વિકેટોની ડબલ સેન્ચુરી પુરી કરી હતી.

ગ્રિમેટનો રેકોર્ડ તૂટ્યો

- ઓસ્ટ્રેલિયાના ગ્રિમેટે 1936માં 36 ટેસ્ટમાં 200 વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો હતો, ભારતીય સ્પિનર આર.અશ્વિને 37 ટેસ્ટ મેચમાં 200 વિકેટ પુરી કરી હતી.

સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાં ઝડપી હતી 22 વિકેટ

યાસિર શાહે સિરીઝની પ્રથમ 2 ટેસ્ટમાં 22 વિકેટ ઝડપી હતી. સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને બીજી પાકિસ્તાને જીતી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 274 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બિલાલ આસિફે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને અઝહર અલી અને અસદ શફીકની સદીની મદદથી પ્રથમ ઇનિંગમાં 348 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ સોમરવિલેએ 75 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 69 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 199 રન બનાવી લીધા છે.

આતંકથી સૌથી વધુ પ્રભાવિત છે પાકિસ્તાનના ક્રિકેટર યાસિરનું ઘર, આ રીતે સંઘર્ષ કરી બન્યો ક્રિકેટર

X
Yasir Shah becomes fastest cricketer to take 200 Test wickets
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી