WWEની ફિમેલ રેસલરને એવી જગ્યાએ થઇ ઇજા, કારકિર્દી લાગી દાવ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ WWEની સુપરસ્ટાર બ્રિટિશ રેસલર ‘પેજ’ હવે કદાચ જ રેસલિંગ રિંગમાં પરત ફરી શકશે. એક ફાઈટ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ જેને કારમે તેનું કરિઅર દાવ પર લાગ્યું છે. 25 વર્ષીય આ રેસલરને એક ફાઈટ દરમિયાન સાશા બેંકે બેકસાઈડ કિક મારી હતી. મેડિકલ તપાસમાં તેને ‘સ્ટ્રિંગર’ થયું હોવાની વાત સામે આવી હતી, જે ગરદન કે માથાના ભાગે ઈજાના કારણે થાય છે.

 

 

 

અચાનક આવી જોરદાર કિક માટે તૈયાર નહોતી સ્ટાર રેસલર...


- લોન્ગ આઈલેન્ડમાં 6 ફિમેલ રેસલર્સ વચ્ચે થયેલી આ ફાઈટ દરમિયાન પેજને એવા સમયે પાછળથી જોરદાર કિક વાગી, જ્યારે તે આ વાતથી અજાણ હતી.
- સાશા બેંક્સે રિંગની કોનર્રમાં લાગેલા પોલ પર ચઢી પેજના ખભા પર બંને પગથી પ્રહાર કર્યો, સાશાએ પાછળથી અટેક કર્યો હોવાથી પેજ તૈયાર નહોતી અને તેને આ માટે ટાઈમ પણ નહોતો મળ્યો.
- આ ઈજા બાદ પેજ ફરી ઉભી થઈ શકી નહી અને પીડાને કારણે રિંગમાં તડફડિયા મારતી રહી.
- તેની હાલત જોઈ રેફરીએ તાત્કાલિક મેડિકલ હેલ્પ માંગી, જોકે તેનો કોઈ ફાયદો ન થયો અને મેચ રદ કરવી પડી.
- પેજની સ્થિતિને જોઈ ત્યાં હાજર રહેલી ફિમેલ રેસલર્સ પણ ડરી ગઈ હતી.

 

પહેલા બધાને લાગ્યું સામાન્ય ઈજા હશે, પણ હતી ઘણી ગંભીર...


- આ ઘટના બાદ સૌને લાગ્યું કે, આ સામાન્ય ઈજા હશે, પરંતુ ઘણાં ટેસ્ટ થયા અને તેના પરિણામોએ ઈજાને ઘણી ગંભીર બતાવી અને હવે WWE રિંગમાં પેજનું કમબેક કરવું મુશ્કેલ લાગી રહ્યું છે.
- ડોક્ટર્સના જણાવ્યાં અનુસાર, WWEની લિજેન્ડ એજની ઈજા જેટલી જ ગંભીર હોઈ શકે છે પેજની ઈજા. ઉલ્લેખનીય છે કે, એજને ઈજા બાદ WWEમાંથી નિવૃત્તિ લેવાનો વારો આવ્યો હતો.
- પેજે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, તે ‘સ્ટ્રેસ ઈંડ્યુસ્ડ એનેરેક્સિયા’થી પીડિત છે અને પોતાના સેક્સયુઅલ વીડિયો બાદ તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
- પૂર્વ NXT વિમેન્સ ચેમ્પિયને સ્વીકાર્યું હતું કે, ઓક્ટોબર 2016માં ગેરકાયદે ડ્રગ્સ લેવાના કારણે બીજીવાર WWE વેલનેસ પોલિસીના ભંગ બદલ દોષિત સાબિત થઈ હતી.
- પેજએ 16 મહિનાના મુશ્કેલ સમય બાદ ગતવર્ષે નવેમ્બરમાં RAW થકી કમબેક કર્યું હતું.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો પેજના અન્ય ફેક્ટ્સ અને જુઓ તસવીરો......)