તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોનાલ્ડો પર રેપનો આરોપ લગાવનાર કોણ છે મહિલા? ફૂટબોલરને કરોડોનું થયુ નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વનો જાણીતો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચર્ચામાં છે. અમેરિકન મહિલાએ સાર્વજનિક રીતે રોનાલ્ડો પર રેપનો આરોપ મુક્યો છે.જોકે, રોનાલ્ડોએ આ આરોપને નકારી દીધા છે. રોનાલ્ડો પર લાગેલા આરોપ બાદ તેને કરોડોનું નુકસાન થયુ છે. નેશનલ ટીમ પોર્ટુગલે પણ તેનો સાથ છોડી દીધો છે. 

 

અમેરિકન મહિલાએ લગાવ્યો આરોપ

 

કૈથરીન મેયોર્ગો અનુસાર, રોનાલ્ડોએ વર્ષ 2009માં લૅાસ વેગાસમાં એક હોટલમાં મારી સાથે રેપ કર્યો હતો. તે બાદ રોનાલ્ડોએ આ વાતનો ખુલાસો ના કરવાની શરતે મને 375,000 અમેરિકન ડોલર (288,000 પાઉન્ડ) આપ્યા હતા. તેના બદલામાં રોનાલ્ડોએ મારી સાથે એક એગ્રીમેન્ટ પણ સાઇન કરાવ્યો હતો, જેમાં લખ્યુ હતું કે આ ઘટનાનો ઉલ્લેખ હું કોની સાથે નહી કરૂ.કૈથરીન જણાવે છે કે તેને આ સમજૂતી પોતાના પરિવારની સલામતીના ડરને કારણે કરી હતી પરંતુ હવે તેને લાગે છે કે આ વાત સાર્વજનિક થવી જોઇએ. બીજી તરફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રેપના આરોપને નકારી કાઢ્યો છે.

 

રોનાલ્ડોએ નકાર્યો આરોપ

 

રોનાલ્ડો અનુસાર મેયોર્ગા તેનું નામ લઇને ખુદ પ્રચાર કરવા માંગે છે. ઇંસ્ટાગ્રામ પર એક વીડિયોમાં રોનાલ્ડોએ કહ્યું, 'તે મારા નામનો ઉપયોગ કરી ખુદ પ્રચાર કરવા માંગે છે.'રોનાલ્ડોના વકીલે કહ્યું કે તે જર્મનીની ડેર સ્પીગલ મેગેઝિન પર કેસ કરશે, જેને સૌથી પહેલા આ આરોપની સૂચના આપી હતી.આ ખુલાસો થયા બાદ તમામ લોકો રોનાલ્ડો પર રેપનો આરોપ લગાવનારી મહિલા વિશે જાણવા માટે ઉત્સુક છે. 

 

રોનાલ્ડો પર રેપનો આરોપ લગાવનારી મહિલા કોણ?

 

34 વર્ષની કૈથરીન મેયોર્ગા સ્કૂલ ટીચર રહી ચુકી છે. કેટલાક વર્ષ સુધી તેને મૅાડલિંગ પણ કર્યુ હતું. વર્ષ 2009માં જ્યારે રોનાલ્ડોની કૈથરીન સાથે મુલાકાત થઇ હતી ત્યારે તે રેન નાઇટ ક્લબમાં કામ કરતી હતી, તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી.કૈથરીન એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, તેના પિતા એક ફૅાયરફાઇટર હતા જ્યારે માતા એક હાઉસ વાઇફ હતી. કૈથરીન પાસે જર્નાલિઝમમાં માસ્ટરની ડિગ્રી છે પરંતુ તેની પાસે આ ફિલ્ડમાં કામ કરવાનો કોઇ અનુભવ નથી.કૈથરીને લગ્ન કરેલા છે પરંતુ તે પોતાના પતિથી દૂર રહે છે, તેના પ્રથમ પતિ વિશે કોઇ જાણકારી નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે કૈથરીનના પતિ એક બારટેંડર હતા અને પાર્ટ ટાઇમ કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતો હતો. વર્ષ 2008માં બન્નેના લગ્ન થયા હતા પરંતુ 1 વર્ષ બાદ જ બન્ને અલગ થઇ ગયા હતા. કૈથરીન નેવાડા સ્ટેટના લાસ વેગાસમાં રહે છે.

 

નાઇકી 7400 કરોડનો કરાર રદ કરે તેવી શક્યતા

 

સ્પોર્ટ્સ વેર કંપની નાઇકીએ નવેમ્બર 2016માં રોનાલ્ડો સાથે 7400 કરોડનો લાઇફટાઇમ કરાર કર્યો હતો. જેની પર હવે તે ફરીથી વિચારણા કરે તેવી શક્યતા છે. કંપની 2003થી રોનાલ્ડો સાથે સંકળાયેલી છે. 

 

યુવેન્ટ્સ હજુ પણ રોનાલ્ડો સાથે, શેર 5% ગગડ્યા

 

રોનાલ્ડોએ આ સિઝનમાં રિયલ મેડ્રિડ છોડી દીધી અને ઇટાલીની ક્લબ યુવેન્ટ્સ સાથે લગભગ 1800 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આરોપ લાગ્યા બાદ ક્લબના શેર પાંચ ટકા જેટલા ગગડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...