હવે વિરાટ કોહલી નહી ડી વિલિયર્સ IPLમાં બેંગ્લોરની કેપ્ટન્સી કરશે, RCB ચેન્જ કરી શકે છે કેપ્ટન

RCB કોચિંગ સ્ટાફમાં બદલાવ કર્યા બાદ હવે ટીમના કેપ્ટનને પણ બદલી શકે છે

DivyaBhaskar.Com | Updated - Sep 09, 2018, 12:10 AM
AB de Villiers set to replace Virat Kohli as RCB Captain

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી IPL 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની કેપ્ટન્સી કરતો નહી જોવા મળે. RCB આઇપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન બદલવા પર વિચાર કરી રહી છે. જો આવુ થયુ તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની કેપ્ટન્સી એબીડી વિલિયર્સને સોપવામાં આવી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ કેપ્ટન બદલી શકે છે

રોયલ ચેલેન્જર્સ 'ઘર કે સારે બલ્બ બદલ ડાલૂંગા'ની તર્જ પર ચાલતો જોવા મળી રહ્યો છે. આ કારણે જ તેને કેટલાક વર્ષોથી ટીમના કોચ ડેનિયલ વિટ્ટોરી અને તેના સ્ટાફની સેવા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. આશિષ નેહરાને કોચિંગ સ્ટાફમાં જગ્યા આપવામાં આવી છે. સુત્રો અનુસાર આરસીબીના મેનેજમેન્ટે એબીડી વિલિયર્સને વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે.ડી વિલિયર્સ આખી સિઝન દરમિયાન ટીમ માટે ઉપલબ્ધ રહેશે કારણ કે તેને ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.

ડી વિલિયર્સની IPL કરિયર

એબીડી વિલિયર્સે 141 આઇપીએલ મેચમાં 3953 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 133 રન છે. ડી વિલિયર્સે આઇપીએલમાં 3 સદી અને 28 અડધી સદી ફટકારી છે. આઇપીએલમાં ડી વિલિયર્સે 326 ફોર અને 186 સિક્સર ફટકારી છે.

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડના બેટ્સમેન એલિસ્ટર કુકને અંતિમ ટેસ્ટ મેચમાં આપી આવી વિદાય, જીવનભર રાખશે યાદ

X
AB de Villiers set to replace Virat Kohli as RCB Captain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App