શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, અમે નિડર થઇને રમ્યા: કોહલી

Virat Kohli Said After 4-1 Test Series Loss Against England We Played Fearlessly

DivyaBhaskar.Com

Sep 12, 2018, 11:50 AM IST

લંડન: ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 4-1થી જીતી લીધી છે. હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું 4-1નો આંકડો તેમની ટીમના પ્રદર્શનની સાચી તસવીર રજૂ નથી કરતું. વિરાટ કોહલી અનુસાર લોર્ડ્સ ટેસ્ટને છોડી દઇએ તો ભારત કોઇ પણ ટેસ્ટમાં એક તરફી નથી હાર્યું. આખી સિરીઝમાં અમારા ખેલાડી નિડર થઇને રમ્યા. અમારી ટીમમાં યોગ્યતા છે, માત્ર અમારે અનુભવ જોઇએ.

ટેસ્ટ ક્રિકેટ માટે સારી રહી આ સિરીઝ

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું, 'અમે જે રીતની ક્રિકેટ રમ્યા તે સ્કોર બોર્ડ પર ના જોવા મળ્યું. જોકે, બન્ને ટીમ જાણે છે કે આ એક કઠિન સિરીઝ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ ઘણી સારી સિરીઝ રહી.' શ્રેણીને કારણે થનારા નફા-નુકસાનને લઇને વિરાટ કોહલીએ કહ્યું કે ફેન્સ હવે મેદાન પર આવશે. તે બન્ને ટીમને જીત માટે રમતા જોશે. ઇંગ્લિશ ટીમ પણ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમવા માટે જાણીતી છે.

માત્ર સ્વાભાવિક રમત બતાવવાનું વિચાર્યુ હતું

અંતિમ દિવસે શું ભારતે મેચ જીતવાનું વિચાર્યુ હતુંના સવાલ પર કોહલીએ કહ્યું, 'અમારો આવો કોઇ વિચાર નહતો. અમે માત્ર સ્વાભાવિક રમત બતાવવાની યોજના બનાવી હતી. વિરાટે કહ્યું, અમને ખબર હતી કે ઇંગ્લેન્ડ ડ્રો માટે નથી રમતું. ઇંગ્લેન્ડની ટીમ જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરી છે. એવામાં તમને આ રીતની સિરીઝમાં ડ્રો જોવા નથી મળતી'.

રાહુલ અને રિષભ ભારતીય ટીમના ભવિષ્ય: વિરાટ કોહલીએ લોકેશ રાહુલ અને રિષભ પંતની પણ પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું, 'આ બન્ને ખેલાડીઓના પ્રદર્શન ભારતીય ટીમનું ભવિષ્ય બતાવે છે. હું બન્નેના પ્રદર્શનથી ઘણો ખુશ છું' વિરાટ કોહલી અનુસાર, 'પંતે અધિક સાહસ અને પ્રતિભાનું પ્રદર્શન કર્યુ. જ્યારે તમે આવી પરિસ્થિતિમાં હો ત્યારે પરિણામ વિશે નથી વિચારત પરંતુ વસ્તુ તમારા અનુકુળ થતી જાય છે.'


ઈંગ્લેન્ડે ઓવલ ટેસ્ટમાં ભારતને 118 રને હરાવી 4-1થી શ્રેણી જીતી, એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો ઝડપી બોલર

X
Virat Kohli Said After 4-1 Test Series Loss Against England We Played Fearlessly
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી