Home » Sports » Cricket » Off The Field » I Am So Sorry, Please Dont Ban Me Virat Kohli Recalls The Fingergate Incident

મને માફ કરી દો! મારી પર પ્રતિબંધ ના મુકતા!, વિરાટ કોહલીને યાદ આવી 'ફિંગરગેટ' ઘટના

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 05:04 PM

વિરાટે ઓસ્ટ્રેલિયામાં 2012માં બનેલી એક ઘટનાને કરી યાદ, ફેન્સે ઉશ્કેરતા ગુસ્સે થયો હતો કોહલી

 • I Am So Sorry, Please Dont Ban Me Virat Kohli Recalls The Fingergate Incident

  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જોકે, વિરાટ કોહલીની કરિયર વિવાદમાં પણ રહી છે. જેમાં સૌથી મોટુ 'ફિંગરગેટ' છે, જે 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થઇ હતી. વિરાટ કોહલીએ એક ગ્રુપના સભ્યોને પોતાના હાથની વચ્ચેની આંગળી બતાવી હતી, જે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. તે સમયે કોહલી બાઉન્ડ્રી લાઇન પર ઉભો હતો. તે બાદ જ્યારે માઇકલ ક્લાર્કે બાઉન્ડ્રી લાઇનની તરફ શોટ ફટકાર્યો ત્યારે તેને રોકવાના ચક્કરમાં વિરાટ કોહલી કેમેરામેન સાથે પણ ટકરાઇ ગયો હતો.

  વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં બતાવી હતી મીડલ ફિંગર

  વિરાટ કોહલીએ મેચ બાદ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે દર્શકોએ તેમને માતા અને બહેન સાથે સબંધિત ખરાબ શબ્દ કહ્યાં હતા, ત્યારે વિરાટ કોહલીને આઇપીએલના સાથી કેવિન પીટરસન અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું સમર્થન મળ્યુ હતું. કેટલાક લોકોએ ભારતીય ક્રિકેટરનો સાથ આપ્યો અને કહ્યું કે તેને દિલ પર આ વાત ના લેવી જોઇએ તથા ટિકાકારોને નજરઅંદાજ કરવા જોઇએ. વિરાટ કોહલીએ તાજેતરમાં વિજડન ક્રિકેટ મંથલીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

  વિરાટ કોહલીએ કહ્યું, 'એક વસ્તુ જે મને સારી રીતે યાદ છે કે સિડનીમાં ફેન્સે મને ખરી ખોટી સંભળાવી હતી, તેમને મારા પરિવાર વિશે પણ અપશબ્દ કહ્યાં જેને કારણે મને ગુસ્સો આવ્યો અને મે પોતાની વચ્ચેની આંગળી બતાવી હતી. આમ કરતા મને ના લાગ્યુ કે કઇ ખોટુ કર્યુ છે. હું પોતાની મસ્તીમાં હતો. આગળના દિવસે મને મેચ રેફરી રંજન મદુગલેએ પોતાના રૂમમાં બોલાવ્યો અને હું વિચારી રહ્યો હતો કે શું ખોટુ થયું? તેમને કહ્યું, 'કાલે બાઉન્ડ્રી લાઇન પર શું થયુ હતું? મે કહ્યું, 'કઇ નહીં'.

  મેચ રેફરીએ ફેક્યુ હતું અખબાર

  29 વર્ષીય વિરાટ કોહલીએ કહ્યું, 'મેચ રેફરીએ મારી સામે અખબાર ફેક્યું, જ્યાં મારી મોટી તસવીર પ્રથમ પાના પર છપાઇ હતી. હું તેમને કહી રહ્યો હતો, 'મને માફ કરી દો! કૃપયા મારી પર પ્રતિબંધ ના મુકતા!. જોકે, રંજન સારા વ્યક્તિ છે. તેમને મને સમજાવ્યું કે હું યુવા છુ અને આવી વસ્તુ થઇ જાય છે.' ટીમ ઇન્ડિયાનો કેપ્ટન આક્રમક ઉજવણી કરવા માટે જાણીતો છે.વિરાટ કોહલીને પસંદ છે કે તે વિરોધી ટીમ પર હાવી થઇને રમે. આ મામલે વિરાટે કહ્યું કે તેને ગર્વ છે કે મેદાન પર તેને પોતાના આક્રમક વ્યવહારમાં બદલાવ નથી કર્યો. વિરાટે કહ્યું તે કોઇની માટે અથવા કોઇના કહેવા પર ક્યારેય બદલાવા માંગતો નથી, તે આમ કરીને ખુશ છે. વિરાટે કહ્યું, "હું જ્યારે યુવા હતો ત્યારે જે કરતો હતો, તેની પર હસુ પણ છું. મને ગર્વ છે કે મે પોતાની રીત નથી બદલી કારણ હે હું હંમેશાથી તેવો જ રહ્યો છું. હું વિશ્વમાં કોઇને બતાવવા માટે નથી બદલાઇ શકતો હું જેવો છુ તેનાથી ખુશ છું."

  રોહિત શર્માએ વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર કર્યા અનફોલો, બન્ને વચ્ચે વિવાદ થયાની ચર્ચા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ