DRS લેવામાં ફ્લોપ છે વિરાટ કોહલી, ધોની જેમાં હતો માહેર કોહલી તેમાં થઇ રહ્યો છે ફેલ

વિરાટ કોહલીએ પાંચમી ટેસ્ટ મેચમાં બોલિંગ દરમિયાન ચાર રિવ્યૂ ગુમાવ્યા હતા

DivyaBhaskar.Com | Updated - Sep 10, 2018, 05:21 PM
Virat Kohli DRS Miss Against England 5th Test Match

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલી એક અદભૂત બેટ્સમેન છે પરંતુ તે કેપ્ટન્સીમાં ફ્લોપ જઇ રહ્યો છે. વિરાટ કોહલીના ડીઆરએસ રિવ્યૂ લેવા પર સવાલ પણ ઉભા થઇ રહ્યો છે. અમ્પાયરના ઓન ફીલ્ડ નિર્ણયને બદલવા મામલે ધોનીનો રેકોર્ડ શાનદાર છે. ધોનીના ફેન્સ તો ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)ને ધોની રિવ્યૂ સિસ્ટમ કહે છે. ધોનીએ જેટલી વખત DRSનો ઉપયોગ કર્યો છે જેમાં 95 ટકા સફળ રહ્યો છે.

અંતિમ ટેસ્ટમાં પણ વિરાટ કોહલીએ રિવ્યૂ બરબાદ કર્યા

7-11 સપ્ટેમ્બર વચ્ચે ઇંગ્લેન્ડના ધ ઓવલ મેદાન પર અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચમાં પણ વિરાટ કોહલી રિવ્યૂ લેવાથી ચુકી ગયો હતો. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ભારતે પોતાના બન્ને રિવ્યૂ બરબાદ કરી લીધા હતા.

રવિન્દ્ર જાડેજાના બોલ પર કિટન જેનિંગ્સે લાઇનથી અલગ જઇને શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ તેના પેડ પર જઇને લાગી હતી. ભારતીય ક્રિકેટરે અપીલ કરી પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો નહતો. વિરાટ કોહલીએ પંતને પૂછ્યુ અને પછી જાડેજા તરફ જોયુ હતું. જાડેજા કહી રહ્યો હતો કે ક્લિયર નહતો. વિરાટ કોહલીએ રિવ્યૂ લઇ લીધો અને થર્ડ અમ્પાયરે બેટ્સમેનને નોટ આઉટ આપ્યો હતો.

વન ડે-ટી-20માં ધોનીની મદદ લે છે વિરાટ કોહલી

લિમિટેડ ઓવરની ક્રિકેટમાં કેપ્ટન વિરાટ કોહલી 'ધોની રિવ્યૂ સિસ્ટમ'ની ઉપયોગિતા ઓળખે છે અને દરેક મેચમાં તેનો ભરપૂર લાભ પણ ઉઠાવે છે. વન ડે અને ટી-20 મેચ દરમિયાન અવાર નવાર ડીઆરએસ લેવા માટે વિરાટને ધોનીની મદદ લેતા જોવામાં આવ્યો છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે ધોનીને મિસ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ પાંચમી ટેસ્ટ મેચમાં બોલિંગ દરમિયાન ચાર રિવ્યૂ ગુમાવ્યા છે.

X
Virat Kohli DRS Miss Against England 5th Test Match
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App