વ્હાઈટવોશથી બચવા અડધી ટીમ બદલશે કોહલી, આ ખેલાડીઓ થશે In અને Out

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં હાલ 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં પરાજય સાથે જ ભારતે શ્રેણી ગુમાવી દીધી છે. જોકે જ્હોનિસબર્ગમાં 24 તારીખથી શરુ થઈ રહેલી સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં વ્હાઈટવોશને ખાળી જીત મેળવવા માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. કેપ્ટન વિરાટ કોહલી અંતિમ ટેસ્ટ જીતવા માટે અડધી ટીમ બદલી શકે છે. વિરાટ કોહલીએ અત્યારસુધી 34 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે, જોકે તેમછતાં આટલી મેચો બાદ પણ એકપણ વખત એવુ નથી બન્યું કે તેણે ટીમમાં ફેરફાર ન કર્યા હોય.

 

 

 

અજીંક્ય રહાણેની થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી...


- અજીંક્ય રહાણે છેલ્લી બે ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહોતો. વિરાટ કોહલીની આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.
- અજીંક્ય રહાણેના ટીમની બહાર રાખવા પાછળ તેના વર્તમાન ફોર્મને જવાબદાર ગણાવવામાં આવ્યો હતો. તે જ રીતે રોહિત શર્માને તેના વર્તમાન ફોર્મના આધારે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
- જોકે રોહિત શર્મા બંને ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો, જેને કારણે હવે અંતિમ ટેસ્ટમાં વિરાટ કોહલી રોહિત શર્માના સ્થાને અજીંક્ય રહાણે અંતિમ ટેસ્ટની ફાઈનલ ઈલેવનમાં સ્થાન આપે તેવી શક્યતા છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો કયા ખેલાડીઓ થશે ટીમ ઈન્ડિયાની બહાર, કોણ કરશે એન્ટ્રી...)