વિરાટ કોહલીએ ટેસ્ટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ, સિરીઝની તમામ પાંચ મેચમાં હાર્યો ટોસ

મન્સુર અલી ખાન પટૌડી એકમાત્ર ભારતીય કેપ્ટન હતા જેમને તમામ પાંચ મેચમાં ટોસ જીત્યો હતો

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 10:04 AM
Virat Kohli Unlucky As India Lost The Toss For The Fifth Time

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં પાંચમી અને સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 198 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી સતત પાંચમી મેચમાં ટોસ હારવામાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીએ કપિલ દેવ અને અમરનાથના રેકોર્ડની બરાબરી કરી હતી.

કપિલ દેવ અને અમરનાથના નામે છે રેકોર્ડ

વિરાટ કોહલી ઓવલ મેદાન પર ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પણ ટોસ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. લાલા અમરનાથે વર્ષ 1948-49માં ઘર આંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે અને કપિલ દેવે વર્ષ 1982-83માં

વેસ્ટ ઇન્ડીઝ સામે તેમની ધરતી પર પાંચ ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા હતા. 36 વર્ષ બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીના નામે સતત 5 ટેસ્ટમાં ટોસ હારવાનો રેકોર્ડ નોંધાયો છે.

ઇંગ્લેન્ડમાં આવી ઘટના 20 વર્ષ બાદ બની

વિરાટ કોહલીને આ હાર જો રૂટ સામે ખમવી પડી છે. ઇંગ્લેન્ડમાં આવી ઘટના 20 વર્ષ બાદ બની છે. 1998માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માર્ક ટેલરે એશિઝ સિરીઝમાં તમામ પાંચ મેચમાં ટોસ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્યારે ઇંગ્લેન્ડને 3-1થી હરાવ્યું હતું.

મન્સુર અલી ખાન પટૌડી ભારતના એકમાત્ર કેપ્ટન છે, જેમને સિરીઝની તમામ પાંચ મેચમાં ટોસ જીત્યા હતા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1963-64માં દરેક મેચમાં સિક્કાએ તેમનો સાથ આપ્યો હતો.

IND-ENG ટેસ્ટ જોવા પહોંચ્યો માલ્યા, ભારત પરત ફરવા પર કહ્યું, જજ નક્કી કરશે

X
Virat Kohli Unlucky As India Lost The Toss For The Fifth Time
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App