2018માં પૂર્ણ થયા પહેલા જ વિરાટ કોહલી તોડી શકે છે 5 રેકોર્ડ, વન ડેમાં પુરા કરી શકે છે 10 હજાર રન

Virat Kohli Can Break 5 Records Before Being Completed In 2018

DivyaBhaskar.Com

Sep 08, 2018, 01:06 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયમાં શાનદાર ફોર્મમાં છે. ઇંગ્લેન્ડના પ્રવાસે વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ થઇ રહ્યો છે. કેટલાક વર્ષ પહેલા સુધી વિદેશી ધરતી પર વિરાટ કોહલીની કાબેલિયત પર સવાલ ઉભા કરવામાં આવતા હતા.જોકે, વિરાટે ઇંગ્લેન્ડમાં રન બનાવીને સાબિત કરી દીધુ કે તે કોઇ પણ મેદાનમાં રન બનાવી શકે છે. આ વર્ષના અંત સુધી વિરાટ કોહલી 5 રેકોર્ડ બનાવી શકે છે.

વન ડેમાં પુરા કરી શકે છે 10 હજાર રન

વિરાટ કોહલી વન ડેમાં 10 હજાર રન બનાવવાથી માત્ર 221 રન દૂર છે. વિરાટ કોહલીને એશિયા કપમાંથી આરામ આપવામાં આવ્યો છે. વિરાટ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર વન ડે સિરીઝમાં આ રેકોર્ડને તોડી શકે છે. વિરાટ જો 221 રન બનાવે છે તો તેની પાસે સૌથી ઝડપી 10 હજાર રન પુરા કરવાની તક છે.વિરાટે 211 વન ડે મેચમાં 9779 રન બનાવ્યા છે.સચિન તેંડુલકરે 2001માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 259મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં પાંચમી ટેસ્ટ મેચ પહેલા 544 રન બનાવી ચુક્યો છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી પણ બની શકે છે. વિરાટ પાસે રાહુલ દ્રવિડના 602 રનના રેકોર્ડને તોડવાની તક છે. વિરાટ કોહલી રાહુલ દ્રવિડના આ રેકોર્ડથી 49 રન દૂર છે.

ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વિરાટ કોહલી પાસે ટી-20માં સૌથી વધુ રન બનાવનારા ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલના રેકોર્ડને તોડવાની પણ તક છે. વિરાટ કોહલી આ યાદીમાં 2102 રન બનાવીને ચોથા સ્થાન પર છે. આ વર્ષના અંત સુધી વિરાટ આ યાદીમાં ટોપ પર પહોચી શકે છે. વર્તમાન સમયમાં ગુપ્ટિલ 2271 રન સાથે ટોપ પર છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ કરિયરમાં 6 હજાર રન પુરા કર્યા છે.

ટેસ્ટમાં 7 હજાર રન પુરા કરી શકે છે વિરાટ કોહલી

ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે 134 ઇનિંગમાં પોતાના 7000 રન પુરા કર્યા હતા. વિરાટ કોહલી 120 ઇનિંગમાં 6098 રન બનાવી ચુક્યો છે. આ વર્ષે વિરાટ કોહલીએ 6 ટેસ્ટ મેચ અને વર્તમાન ફોર્મને જોતા કહી શકાય કે તે સૌથી ઝડપી 7 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની શકે છે.

ઓસ્ટ્રેલિયામાં સચિનના રેકોર્ડનો તોડી શકે છે વિરાટ

ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીના નામે 5 સદી છે અને તે નવેમ્બરમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સચિનના 6 સદીના રેકોર્ડને પણ તોડી શકે છે.


ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડના બેટ્સમેન એલિસ્ટર કુકને અંતિમ ટેસ્ટ મેચમાં આપી આવી વિદાય, જીવનભર રાખશે યાદ

X
Virat Kohli Can Break 5 Records Before Being Completed In 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી