ચેતેશ્વર પૂજારા પાસે ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરવાની તક, ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટમાં બની શકે છે આ રેકોર્ડ

વિરાટ કોહલી પાસે પણ સેહવાગના રેકોર્ડને તોડવાની તક, એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બની શકે છે

DivyaBhaskar.Com | Updated - Sep 06, 2018, 02:52 PM
Cheteshwar Pujara Can equals Record Sourav Ganguly Of Most Test Centuries

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બરથી ધ ઓવલ, લંડનમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 60 રને હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ 3-1થી સિરીઝ પણ હારી ચુકી છે. ભારતીય ટીમ હવે અંતિમ ટેસ્ટ મેચ જીતી પ્રતિષ્ઠા બચાવવા ઉતરશે. અંતિમ ટેસ્ટમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને જેમ્સ એન્ડરસન જેવા ખેલાડી પાસે રેકોર્ડ બનાવવાની તક છે.

પૂજારા પાસે ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરવાની તક

ચેતેશ્વર પૂજારા પાસે પણ સૌરવ ગાંગુલીની સદીના રેકોર્ડની બરાબરી કરવાની તક છે. પૂજારા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારે છે તો તે સૌરવ ગાંગુલીના સૌથી વધુ સદી (16) સદીના રેકોર્ડની બરાબરી કરી લેશે. પૂજારાએ 61 ટેસ્ટ મેચમાં 15 સદી ફટકારી છે. પૂજારા જો વધુ એક સદી ફટકારે છે તો તે સૌરવ ગાંગુલી, માર્વન અટ્ટાપટ્ટુ, તિલકરત્ને દિલશાનની બરાબરી કરી લેશે.

સેહવાગનો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી

વિરાટ કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાય છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી 2 સદી ફટકારી ચુક્યો છે. અંતિમ ટેસ્ટમાં જો વિરાટ કોહલી વધુ એક સદી ફટકારે છે તો તે વિરેન્દ્ર સેહવાગની સદીના રેકોર્ડથી આગળ નીકળી જશે. વિરાટ કોહલીના નામે 70 ટેસ્ટમાં 23 સદી છે. સેહવાગના નામે પણ 23 સદી છે.

એન્ડરસન બની શકે છે સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર

ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન પાસે વિશ્વના સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બનવાની તક છે. જેમ્સ એન્ડરસને 142 ટેસ્ટ મેચમાં 559 વિકેટ ઝડપી છે. જો તે ભારત સામે 5 વિકેટ ઝડપે છે તો તે વિશ્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બની જશે. અત્યારે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાથના નામે છે. મેકગ્રાથે 124 ટેસ્ટમાં 563 વિકેટ ઝડપી છે.


કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે છે બ્રોડ

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ પાસે કપિલ દેવથી આગળ નીકળવાની તક છે. બ્રોડ 122 ટેસ્ટ મેચમાં 431 વિકેટ ઝડપી ચુક્યો છે. જ્યારે કપિલ દેવના નામે 131 ટેસ્ટ મેચમાં 434 વિકેટ છે. બ્રોડ 4 વિકેટ ઝડપે છે તો તે રિચર્ડ હેડલી (431) અને કપિલ દેવથી આગળ નીકળી જશે.

સંગાકારાથી આગળ નીકળી શકે છે કુક

એલિસ્ટર કુક ભારત સામે આંતરરાષ્ટ્રીય કરિયરની અંતિમ મેચ રમશે. કુક પાસે ટેસ્ટમાં સૌથી વધુ રન મામલે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાથી આગળ નીકળવાની તક છે. સંગાકારાના ટેસ્ટમાં 12400 રન છે જ્યારે એલિસ્ટર કુકના 12254 રન છે. કુક જો ભારત સામે 146 રન બનાવી લે છે તો તે સંગાકારાથી આગળ નીકળી જશે. એલિસ્ટર કુકે 160 ટેસ્ટ મેચમાં 12254 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 32 સદી અને 56 અડધી સદી ફટકારી છે.

ગિબ્સ-સ્મિથથી આગળ નીકળી શકે છે જો રૂટ

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પાસે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ હર્શલ ગિબ્સ અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ સ્મિથ કરતા આગળ નીકળવાની તક છે. જો રૂટે 73 ટેસ્ટ મેચમાં 6154 રન બનાવ્યા છે. જો રૂટ 45 રન બનાવી લે છે તો તે સ્ટીવ સ્મિથ (6199) અને હર્શલ ગિબ્સ (6167)થી આગળ નીકળી જશે.

ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં 3 બદલાવ કરી શકે છે ટીમ ઇન્ડિયા, પૃથ્વી શો-હનુમા વિહારી કરી શકે છે ડેબ્યૂ

X
Cheteshwar Pujara Can equals Record Sourav Ganguly Of Most Test Centuries
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App