વિરાટ કોહલીએ તોડ્યો લારાનો રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 18 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 49 રનની ઇનિંગ રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,028 રન થઇ ગયા

DivyaBhaskar.Com | Updated - Sep 10, 2018, 03:44 PM
Virat Kohli Reaches 18,000 International Runs

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ઓવલમાં રમાઇ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં 49 રનની ઇનિંગ રમી એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 18 હજાર રન પુરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાના નામે હતો.

વિરાટ કોહલીના 18 હજાર રન

વિરાટ કોહલીએ 382 ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પુરા કર્યા છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાના નામે હતો. લારાએ 411 ઇનિંગમાં આટલા રન બનાવ્યા હતા. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,000 રન પુરા કરવા 412 ઇનિંગ રમી હતી.વિરાટ કોહલીએ 71 ટેસ્ટ મેચમાં 6147 રન, 211 વન ડે મેચમાં 9779 રન અને 62 ટી-20 મેચમાં 2102 રન છે. આ રીતે વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,028 રન થઇ ગયા છે.


શું ધોનીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરૂદ્ધ ભારત બંધમાં પેટ્રોલ પંપ પર કર્યા ધરણા? જાણો શું છે સત્ય

X
Virat Kohli Reaches 18,000 International Runs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App