IND-ENG ટેસ્ટ જોવા પહોંચ્યો માલ્યા, ભારત પરત ફરવા પર કહ્યું, જજ નક્કી કરશે

વિજય માલ્યા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ જોવા ઓવલ સ્ટેડિયમ પહોચ્યા

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 09:24 AM
Vijay Mallya India Vs England Fifth Test Match Outside The Oval Stadium

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવીને ફરાર બિઝનેસમેન વિજય માલ્યા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ જોવા માટે ઓવલ સ્ટેડિયમ પહોચ્યા હતા.

માલ્યા મેચ જોવા પહોચ્યો સ્ટેડિયમ

વિજય માલ્યા સફેદ ટ્રાઉજર, બ્લેક બ્લેજર પહેરી અને આંખમાં કાળા ચશ્મા પહેરીને સ્ટેડિયમમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. ભારત પરત ફરવાના સવાલ પર માલ્યાએ હસતા કહ્યું કે જજ નક્કી કરશે કે તેમને પરત ફરવુ છે કે નહી.એજન્સીનો દાવો છે કે આ વીડિયોમાં વિજય માલ્યા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોચ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પહોચ્યા હતા માલ્યા

જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે વિજય માલ્યા ભારતમાંથી ભાગ્યા બાદ ક્રિકેટ મેચ જોવા પહોચ્યા હોય. આ પહેલા પણ 11 જૂન 2017માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં પણ ઓવલ સ્ટેડિયમ પહોચ્યા હતા. આ દરમિયાન તેમની સ્ટેડિયમ પર એન્ટ્રી પર દર્શકોએ 'ચોર..ચોર.'ના નારા લગાવ્યા હતા.

X
Vijay Mallya India Vs England Fifth Test Match Outside The Oval Stadium
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App