ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇની ધરપકડ, આતંકી ગતિવિધીમાં સામેલ થવાનો આરોપ

divyabhaskar.com

Dec 04, 2018, 11:13 AM IST
Usman Khawaja's brother arrested over fake terror 'hit list'

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇ અર્શકાન ખ્વાજાની પોલીસે ધરપકડ કરી છે. અર્શકાન પર આરોપ છે કે તેને એક નકલી યાદી જાહેર કરી હતી, જેમાં આતંકીઓના નિશાના પર થનારા લોકોના નામ સામેલ હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન મેલ્કન ટર્નબુલનું નામ પણ હતું.પોલીસ અનુસાર 39 વર્ષના અર્શકાનને સિડનીમાં પકડવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવસિર્ટી ગ્રાઉન્ડ પર મળેલા દસ્તાવેજના આધારે કરવામાં આવી છે. જેમાં આતંકી ષડયંત્ર અને તેની હિટ લિસ્ટ સામેલ હતી.

અર્શકાનના સાથીની પણ થઇ ધરપકડ

ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર અર્શકાન યૂનિવર્સિટીમાં મોહમ્મદ કામર નિજામદેનનો સાથી છે. નિજામદેનની પહેલા જ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. જોકે, બાદમાં હેન્ડરાઇટિંગના દસ્તાવેજ મેચ ના થતા તેને છોડી દેવામાં આવ્યો હતો.

ઉસ્માન ખ્વાજાની ક્રિકેટ કરિયર

પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ગુરૂવારથી ભારત વિરૂદ્ધ ચાર ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશે, તેને ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 35 મેચમાં 2455 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.83ની રહી છે. ખ્વાજા ઓસ્ટ્રેલિયા તરફથી રમનારો પ્રથમ મુસ્લિમ ક્રિકેટર છે અને પાકિસ્તાન સાથે તેનું ખાસ કનેક્શન છે. આ કાંગારૂ ક્રિકેટરનો જન્મ ઇસ્લામાબાદમાં થયો પરંતુ જ્યારે તે 5 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સેટલ થઇ ગયો હતો.

ભારતે ગત 5 વર્ષમાં વિદેશમાં 42% ટેસ્ટ જીતી, બીજી ટીમોના મુકાબલે સૌથી વધુ

X
Usman Khawaja's brother arrested over fake terror 'hit list'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી