આ ક્રિકેટરે કરી કોહલીના શોટની Copy, ફટકાર્યા 59 બોલમાં 90 રન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ અંડર-19 ટીમ ઈન્ડિયા હાલ આ સમયે ન્યૂઝીલેન્ડમાં વર્લ્ડકપ રમી રહી છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધની ગત મેચમાં ટીમના ઓપનર શુભમ ગીલે 90 રનની ઈનિંગ રમી હતી. આ સમયે તેણે એવો શોટ રમ્યો હતો જેણે વિરાટ કોહલીના અદભુત શોટની યાદ અપાવી હતી. શુભમે વિરાટ કોહલીના શાનદાર શોટની કોપી કરતા સૌકોઈ ચોંકી ગયું હતું. વિરાટ કોહલીએ પોતે શોર્ટ આર્મ જૈબ શોટની શોધ કરી હતી અને તે આ શોટને શાનદાર રીતે રમતો જોવા મળે છે. અંડર-19 વર્લ્ડકપમાં શુભમ ગીલે તેવો જ શોટ રમીને સિક્સ ફટકારી હતી.

 

કોહલીની શોધ છે આ શોટ..


- વિરાટે કમરની ઉપર આવતા બોલને સીધા બેટ વડે રમ્યો હતો અને આ બોલ વાઈડ મિડઓન પર ગઈ હતી. 
- ફ્રી આર્મ દ્વારા ફટકારેલા આ શોટ વડે સીધી સિક્સર ગઈ હતી. જે પછી કોહલી આ શોટ માટે જાણીતો થયો.
- ઝિમ્બાબ્વે વિરુદ્ધની અંડર-19 વર્લ્ડકપ મેચમાં શુભમ ગીલે પણ આવો જ શોટ રમ્યો હતો. શુભમે પોતાની 90 રનની ઈનિંગમાં એક જ સિક્સ ફટકારી હતી અને તે આ શોટ વડે વાગી હતી.
- ગીલે પોતાની 90 રનની ઈનિંગ માટે 59 બોલ રમી હતી. આ સમયે તેનો સ્ટ્રાઈક રેટ 153નો રહ્યો હતો. ગીલે ઈનિંગમાં 14 ફોર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......)