અમ્પાયર પર ભડકી સેરેના-કહ્યું તમે જૂઠ્ઠા છો, જ્યાર સુધી જીવીત છો મારી મેચ દરમિયાન કોર્ટ પર નજરે નહી પડો

યુએસ ઓપનની ફાઇનલમાં સેરેના વિલિયમ્સ અમ્પાયર પર ભડકી ગઇ હતી, જાપાનની ઓસાકા ચેમ્પિયન

DivyaBhaskar.Com | Updated - Sep 10, 2018, 11:51 AM
Serena Williams Call Umpire Liar And Thief In The US Open

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પોતાના 24માં ગ્રાન્ડસ્લેમ ખિતાબ માટે સંઘર્ષ કરનારી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ મેચ દરમિયાન અમ્પાયર પર ભડકી ગઇ હતી. સેરેનાએ આ દરમિયાન અમ્પાયર પર લેંગિકવાદનો આરોપ લગાવતા સેરેનાએ તેમને ચોર ગણાવ્યો હતો. આ મેચમાં જાપાનની 20 વર્ષની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ સેરેનાને સીધા સેટમાં 6-2,6-4થી હરાવી અમેરિકન ઓપનનો ખિતાબ જીતી લીધો હતો. ફાઇનલ મેચના બીજા સેટમાં અમ્પાયર પર ભડકેલી સેરેના પર કોચિંગના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. આ સાથે જ તેને રેકેડ અબ્યૂઝ માટે પેનલ્ટી અંક પણ મળ્યો હતો.

અમ્પાયર પર ભડકી સેરેના વિલિયમ્સ

સેરેનાને મેચ દરમિયાન અમ્પાયરને ચોર અને જૂઠ્ઠા કહેવા માટે ગેમ પેનલ્ટી પણ મળી હતી, તેને કહ્યું ગેમ પેનલ્ટી મળવી લેંગિકવાદ છે. અમેરિકાની 36 વર્ષીય ટેનિસ ખેલાડીએ કહ્યું, 'હું અહી મહિલાઓના અધિકાર અને એકતા માટે લડી રહી છું. હું આ લડાઇને ચાલુ રાખીશ. સેરેનાએ કહ્યું કે આ પહેલા પણ તેની સાથે આવુ થયુ છે આ યોગ્ય નથી. સેરેનાએ પોર્ટુગલના અમ્પાયરને કહ્યું, 'તમે જૂઠ્ઠા છો, જ્યાર સુધી તમે જીવીત છો, તમે મારી મેચ દરમિયાન કોર્ટ પર નજરે નહી પડો.તમે મારી માફી ક્યારે માંગવાના છો.'

X
Serena Williams Call Umpire Liar And Thief In The US Open
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App