વિદેશી ધરતી પર સીરિઝની પાંચમી ટેસ્ટ ક્યારેય નથી જીતી શકી Team India

1936-2014 દરમિયાન ભારતે લંડનના ઓવલમાં 12 ટેસ્ટ રમી છે, જેમાંથી 1માં વિજય અને 4માં પરાજય મળ્યો.

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 01:22 PM
India Vs England 5th Test Starting at Oval Of London From Today

ઓવલઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા શુક્રવારથી પાંચમી ટેસ્ટમાં સન્માનજનક રીતે ઈંગ્લેન્ડના પ્રવાસનો અંત લાવવા માગશે. ઈંગ્લેન્ડે 5 ટેસ્ટની સીરિઝને 3-1થી અજેય લીડ મેળવી લીધી છે, તેથી તેમની માટે આ મેચ માત્ર ઔપચારિક્તા બની રહેશે. જોકે વિરાટ કોહલી એન્ડ કંપની સીરિઝનો સકારાત્મક અંત લાવવા પ્રયાસ કરશે. ભારત માટે 2-3 સાથે સીરિઝનો અંત લાવવો 1-4 કરતા વધુ સારો રહેશે. પરંતુ આંકડા આ સમયે ભારતીય ટીમનો સાથ આપતા જોવા મળી રહ્યાં નથી.

વિદેશમાં પાંચમી ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ ખરાબ


- વિદેશી ધરતી પર સીરિઝની અંતિમ ટેસ્ટ જીતવાની વાત કરીએ તો ભારતીય ટીમ અત્યારસુધી તેમાં સફળ રહી નથી. ભારતીય ટીમે વિદેશમાં 13 વખત પાંચમી ટેસ્ટ રમી છે જેમાંથી 7માં પરાજય અને 6 ડ્રો રહી છે.
- ઈંગ્લેન્ડની ધરતી પર ભારતે પાંચમી ટેસ્ટ 2 વાર રમી છે અને બંને મેચમાં તેનો પરાજય થયો છે. વળી આ બંને મેચો ઓવલમાં જ રમાઈ છે, જો ભારતીય ટીમ આ વખતે પણ ઓવલમાં હારી જશે તો તે પરાજયની હેટ્રિક કરશે.
- બીજી તરફ ઘરઆંગણે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. તેણે સીરિઝની પાંચમી ટેસ્ટ તરીકે ઘરઆંગણે 21 ટેસ્ટ રમી છે, જેમાંથી 5 જીત, 4 માં હાર મળી છે અને 12 મેચ ડ્રો થઈ હતી.
- ભારતે પોતાના ટેસ્ટ ઈતિહાસમાં અત્યારસુધી કુલ 34 ટેસ્ટ (પાંચમી મેચ તરીકે) રમી છે. જેમાંથી 11માં હાર, 5માં જીત અને 18 ડ્રોના પરિણામ મળ્યા હતા.
- 1936-2014 દરમિયાન ભારતે લંડનના ઓવલમાં 12 ટેસ્ટ રમી છે, જેમાંથી 1માં વિજય અને 4માં પરાજય મળ્યો હતો. 7 મેચ ડ્રો રહી હતી.

સાથી ખેલાડીઓને સંન્યાસની વાત કરી રડી પડ્યો હતો કુક, ભારત વિરૂદ્ધ રમશે કરિયરની અંતિમ મેચ

X
India Vs England 5th Test Starting at Oval Of London From Today
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App