ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં 3 બદલાવ કરી શકે છે ટીમ ઇન્ડિયા, પૃથ્વી શો-હનુમા વિહારી કરી શકે છે ડેબ્યૂ

Team India Can Make 3 Changes In 5th Test Match Against England

DivyaBhaskar.Com

Sep 06, 2018, 01:59 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 3-1થી હારી ગયુ છે.ચોથી ટેસ્ટમાં 60 રને પરાજય થયા બાદ ટીમ ઇન્ડિયાએ સિરીઝ પણ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બરથી ધ ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતી પ્રતિષ્ઠા બચાવવા માંગશે. અંતિમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ટીમમાં કેટલાક બદલાવ કરી શકે છે. પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી પૃથ્વી શો અને હનુમા વિહારી ડેબ્યૂ કરી શકે છે. લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાને બહાર બેસવાનો વારો આવી શકે છે.

લોકેશ રાહુલ-હાર્દિક પંડ્યા થશે બહાર

ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફ્લોપ રહ્યો છે. રાહુલે 4 ટેસ્ટ મેચમાં 14.12ની એવરેજથી માત્ર 113 રન બનાવ્યા છે. લોકેશ રાહુલની જગ્યાએ પૃથ્વી શોનો સમાવેશ કરવામાં આવી શકે છે. બીજી તરફ હાર્દિક પંડ્યાને એશિયા કપમાં રમવાનું હોવાથી તેને આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ હૈદરાબાદના ઓલ રાઉન્ડર ખેલાડી હનુમા વિહારીનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

પૃથ્વી શો-હનુમા વિહારી કરી શકે છે ડેબ્યૂ

પાંચમી ટેસ્ટના 2 દિવસ પહેલા વિહારી પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો. વિહારીએ નેટ પર સારી બેટિંગ કરી હતી અને તેનું ડિફેન્સ પણ મજબૂત જોવા મળ્યુ હતું. હનુમા જો ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ તો તે ટીમ ઇન્ડિયાનો 292મો ટેસ્ટ ખેલાડી બની જશે. જો વિહારીને તક આપવામાં આવે છે તો હાર્દિક પંડ્યાને બહાર બેઠવાનો વારો આવી શકે છે. જો ટીમ ઇન્ડિયાએ હાર્દિક પંડ્યાને બહાર કર્યો તો અત્યાર સુધી ત્રણ વિદેશ પ્રવાસમાં પ્રથમ વખત હશે જ્યારે પંડ્યા કોઇ ટેસ્ટમાં બહાર બેઠશે.

પૃથ્વી શાનદાર લયમાં છે, તેને સતત સારૂ પ્રદર્શન કર્યુ છે. પૃથ્વી શોએ ઇન્ડિયા-એ માટે ગત ચાર ફર્સ્ટ ક્લાસ મુકાબલામાં 2 સદી ફટકારી છે, જેમાં તેની 188 રનની ઇનિંગ સામેલ છે. પૃથ્વી શો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી 14 મેચ રમી ચુક્યો છે. જેમાં તેને 56.72ની એવરેજથી 1418 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે.પૃથ્વી પ્રથમ વખત નવેમ્બર 2013માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેને હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં સેન્ટ ફ્રાંસિસ વિરૂદ્ધ રિજવી સ્પ્રિંગફીલ્ડ તરફથી રમતા 330 બોલમાં 546 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને 85 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

ભારતની સંભવિત ટીમ: શિખર ધવન, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ

સૌરવ ગાંગુલીનો ખુલાસો, ટીમ ઇન્ડિયામાં મહત્વની ભૂમિકા નીભાવવા તૈયાર હતો દ્રવિડ

X
Team India Can Make 3 Changes In 5th Test Match Against England
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી