Home » Sports » Cricket » Off The Field » India Vs England 2nd Test Match Playing XI Leaked

ભારતે લોર્ડ્સ ટેસ્ટમાં નથી કર્યો કોઇ બદલાવ, મેચ પહેલા લિંક થઇ પ્લેઇંગ ઇલેવન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 10:19 AM

મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, બપોરે 3:30 કલાકથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે

  • India Vs England 2nd Test Match Playing XI Leaked

    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો. વરસાદને કારણે લોર્ડ્સમાં ટોસ પણ થઇ શક્યો નહતો. મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં કેપ્શનમાં લખ્યુ છે કે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટમાં જે ટીમ હતી તે યથાવત રાખી છે.

    મેચ પહેલા જ પ્લેઇંગ ઇલેવન જાહેર

    સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર અનુસાર ભારતીય ટીમમાં બીજી ટેસ્ટ માટે કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. એજબેસ્ટન ટેસ્ટામં જે પ્લેઇંગ ઇલેવન સાથે ટીમ ઉતરી હતી તે પ્લેઇંગ ઇલેવન સાથે બીજી ટેસ્ટમાં પણ તે ઉતરવાની છે. આ તસવીર અનુસાર ઇંગ્લેન્ડે મોઇન અલીના બદલે ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને ટીમમાં સામેલ કર્યો છે.

    ચેતેશ્વર પૂજારા બીજી ટેસ્ટમાંથી પણ બહાર

    જો આ તસવીર સાચી છે તો ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા બીજી ટેસ્ટમાંથી પણ લગભગ બહાર છે. પૂજારાનો બીજી ટેસ્ટમાં પણ સમાવેશ કરાયો નથી.

    વિરાટે 2 સ્પિનર સાથે ઉતરવા કહ્યું

    મેચ પહેલા પત્રકાર પરિષદમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે બે સ્પિનર્સ સાથે ઉતરી શકે છે. જોકે, વરસાદને કારણે વિરાટ કોહલી કોઇ બદલાવ કરે તેવી ઓછી શક્યતા છે.

    બન્ને સંભવિત ટીમ આ રીતે છે:

    ભારત: મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી

    ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), એલિસ્ટર કુક, કિટોન જેનિંગ્સ, જોની બેરિસ્ટો, જોસ બટલર, ઓલિવર પોપ, આદિલ રાશિદ, જેમી પોર્ટર, સેમ કર્રન, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ

    ચંદીગઢના 'બેટ' મેન પાસે ક્રિકેટર્સના સાઇન કરેલા છે 572 બેટ, રિચર્ડ્સથી લઇ વિરાટ કોહલીના ઓટોગ્રાફનું છે કલેક્શન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ