તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાટ કોહલીએ સદી ફટકારી રચ્યો ઇતિહાસ, ઇંગ્લેન્ડને હવે હારથી કોઇ ચમત્કાર જ બચાવી શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતે મેચના ત્રીજા દિવસે પોતાની બીજી ઇનિંગમાં 7 વિકેટે 352 રને ઇનિંગને ડિકલેર કરી ઇંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો પડકાર આપ્યો હતો. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 23 રન બનાવી લીધા છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ આક્રમક સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોચાડ્યુ હતું.

ઇંગ્લેન્ડમાં 521 રનના જાદુઇ આંકડા સુધી નથી પહોચી શકી કોઇ ટીમ

 

આંકડા પણ ભારત સાથે છે. ઇંગ્લેન્ડ સામે 521 રનનો પડકાર છે. ઇંગ્લેન્ડની ધરતી પર આટલા મોટા પડકાર સુધી કોઇ ટીમ પહોચી શકી નથી. ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટ્રેન્ટબ્રિજમાં ચોથી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 2004માં 6 વિકેટ ગુમાવી 284 રન બનાવી પડકારને મેળવી લીધો હતો.

 

વિરાટ કોહલીએ 23 સદી ફટકારી

 

વિરાટ કોહલીએ 197 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 10 ફોર ફટકારી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 23મી સદી હતી. આ સાથે જ તેને પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનની સદીની બરાબરી કરી હતી.વિરાટ કોહલીએ ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 97 અને બીજી ઇનિંગમાં 103 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ ત્રણ મેચમાં જ 400 રનનો આંકડો પાર કરી લીધો છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2014માં અંતિમ પ્રવાસમાં વિરાટ કોહલીએ માત્ર 134 રન બનાવ્યા હતા.

 

વિરાટ કોહલીએ સદી સાથે બનાવ્યા રેકોર્ડ

 

વિરાટ કોહલીની ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં આ બીજી સદી છે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ક્રિકેટરની યાદીમાં ત્રીજા સ્થાને પહોચી ગયો છે.વિરાટ કોહલીએ હવે માત્ર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથની પાછળ છે.

 

કેપ્ટન તરીકે ટેસ્ટમાં સદી ફટકારનારા ક્રિકેટર

 

ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા)- 25 સદી
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 19 સદી
વિરાટ કોહલી (ભારત)- 16 સદી

 

ટેસ્ટમાં 23 સદી ફટકારનારા બેટ્સમેન

 

વિરાટ કોહલી (ભારત)
સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
વિરેન્દ્ર સેહવાગ (ભારત)
કેવિન પીટરસન (ઇંગ્લેન્ડ)
જસ્ટિન લેન્ગર (ઓસ્ટ્રેલિયા)
જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન)

 

સ્કોરબોર્ડ ઇન શોર્ટ

 

ભારત- પ્રથમ ઇનિંગ- 329/10 બીજી ઇનિંગ-352/7 dec
ઇંગ્લેન્ડ- પ્રથમ ઇનિંગ- 161/10 બીજી ઇનિંગ- 29/0

અન્ય સમાચારો પણ છે...