સચિન તેંડુલકર પર લાગ્યો એક્ટ્રેસ સાથે અફેરનો આરોપ, સપોર્ટમાં આવ્યા ફેન્સ

Sachin Tendulkar Affair South Indian Actress Told Sri Reddy

DivyaBhaskar.Com

Sep 12, 2018, 05:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: તેલુગુ ફિલ્મની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પર આરોપ લગાવ્યો છે. શ્રી રેડ્ડીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યુ, 'એક રોમેન્ટિક વ્યક્તિ જેને સચિન તેંડુલકર કહેવામાં આવે છે, જ્યારે તે હૈદરાબાદ આવ્યા તો તેમણે 'ચાર્મિંગ ગર્લ' સાથે રોમાન્સ કર્યો હતો. હાઇ પ્રોફાઇલ ચામુંડેશ્વર સ્વામીએ તેમાં મિડલમેનની ભૂમિકા નીભાવી હતી. મહાન વ્યક્તિ સારૂ રમી શકે છે...મારો અર્થ સારી રીતે રોમાન્સ કરી શકે છે???

સચિન પર લાગ્યો ગંભીર આરોપ

આ કોઇ પ્રથમ પ્રસંગ નથી જ્યારે શ્રીએ કોઇ વ્યક્તિ પર આ રીતના નિરાધાર આરોપ લગાવ્યા હોય. કેટલાક દિવસ પહેલા જ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તે બાદ તેમણે મીડિયાનું ધ્યાન હૈદરાબાદ ફિલ્મ ચેમ્બરની બહાર ટોપલેસ થઇને ખેચ્યુ હતું. જોકે, શ્રી રેડ્ડીના આ નિવેદન બાદ સચિન તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી પરંતુ સચિના ફેન્સે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની ટિકા કરી છે.

સચિનના સપોર્ટમાં આવ્યા ફેન્સ

સચિનના એક ફેન્સે લખ્યુ, 'તમે કોઇના વિશે કઇ પણ લખો..અમને કોઇ અર્થ નથી પરંતુ પ્રિય સચિન વિશે અમે એક શબ્દ પણ સહી નહી શકીએ. સચિન અમારા દિલમાં રહે છે, તમે તેની શું કિંમત સમજશો. ઘણા લોકો તેની તસવીર ભગવાનની જેમ ઘરની દિવાલો પર લગાવે છે, કૃપયા આ પોસ્ટને ડિલીટ કરો.'

અન્ય એક ફેન્સે લખ્યુ, 'ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર વિશે આવી વાહિયાત પોસ્ટ લખીને શ્રી રેડ્ડીએ તેની તમામ હદ વટાવી દીધી છે. આ માનસિક રીતે બીમાર છે. ફેસબુકે તેની આઇડી તરત જ બ્લોક કરવી જોઇે. અમે સચિનને સારી રીતે ઓળખીએ છીએ, સચિન તે વ્યક્તિ છે જેને રમતથી વધુ પોતાના વ્યવહારીકતાથી ફેન્સનું દિલ જીત્યુ છે.'


આ 5 કારણ જેને કારણે ભારતનો થયો શરમજનક પરાજય, અંગ્રેજોએ વસુલ કર્યુ ડબલ 'લગાન'

X
Sachin Tendulkar Affair South Indian Actress Told Sri Reddy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી