ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને આપી મહત્વની સલાહ, હાર બાદ ટીમમાં બદલાવ ના કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ ના કરવાની સલાહ આપી છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને મુરલી વિજય અને અજિંક્ય રહાણેને સમજદારીથી બેટિંગ કરવા કહ્યું છે.ઓપનર બેટ્સમેન વિજયે બર્મિંગહામ ટેસ્ટમાં 20 અને 6, જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેએ 15 અને 2 રન બનાવ્યા હતા. આ રીતે બન્નેએ માત્ર 43 રનનું યોગદાન આપ્યુ હતું. ગાંગુલીએ ઇંસ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખ્યુ, 'જો તમારે ટેસ્ટ મેચ જીતવી છે તો દરેક ખેલાડીએ રન બનાવવા પડશે'

સૌરવ ગાંગુલીની કેપ્ટન કોહલીને સલાહ
 
સૌરવ ગાંગુલીએ કહ્યું, 'આ પાંચ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ હતી અને મારૂ માનવુ છે કે ટીમમાં વાપસી કરવા અને સારૂ પ્રદર્શન કરવાની ક્ષમતા છે. અજિંક્ય રહાણે અને મુરલી વિજયે વધુ પ્રતિબદ્ધ થવુ પડશે, કારણ કે તે પહેલા પણ આવી પરિસ્થિતિમાં રન બનાવી ચુક્યા છે'ગાંગુલીએ કહ્યું, 'મને નથી લાગતુ કે હાર માટે કેપ્ટન જવાબદાર છે, જો તમે કેપ્ટન છો, તો હાર માટે તમારી ટિકા થશે જેવી રીતે જીત પર તમને શુભેચ્છા મળે છે.' વિરાટ કોહલીની ટિકા થતી રહી છે, પોતાના બેટ્સમેનોને બહાર કર્યા પહેલા પર્યાપ્ત તક આપવી જોઇએ. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં સ્વિંગ સામે નિષ્ફળતા હવે બહાનું ના હોઇ શકે, કારણ કે દરેક જાણે છે કે ઇંગ્લેન્ડમાં કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.'
 
ગાંગુલીએ કહ્યું, 'આ સાચુ છે પરંતુ સતત પ્લેઇંગ ઇલેવનમાં છેડછાડ અને બદલાવ કરવાથી ખેલાડીઓના મગજમાં ડર ઉભો થઇ શકે છે કે આટલા વર્ષો બાદ પણ તે ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યાં.'ગાંગુલીએ આ સાથે જ કહ્યું કે ખેલાડીઓ માટે તમામ ફોર્મેટમાં રમવુ મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં તેને પાછળની ભારતીય ટીમોના ઉદાહરણ આપ્યા હતા. ગાંગુલીએ કહ્યું, 'પૂર્વની દિગ્ગજ ટીમો પછી તે ઓસ્ટ્રેલિયા હોય, દક્ષિણ આફ્રિકા હોય કે ભારત હોય. આ ખેલાડી બન્ને ફોર્મેટમાં રમતા હતા જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ અને ગાંગુલી સામેલ હતા.'પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું, 'જ્યારે તમે એક કે બે મેચમાં ફ્લોપ રહો છો તો તમારી પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરવાની તક રહે છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં 150 રન બનાવવાથી તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ભરપાઇ નથી કરી શકતા. આ ટીમમાં વિરાટને છોડીને કોઇ પણ અન્ય બેટ્સમેન તમામ ફોર્મેટમાં નથી રમતો'