Divya Bhaskar

Home » Sports » Cricket » Off The Field » Google has celebrated the life of Don Bradman with a Doodle

સર ડોન બ્રેડમેનનો 110મો જન્મ દિવસ: ગૂગલે ડૂડલ બનાવી કર્યા યાદ, ક્રિકેટ જગતના અનેક રેકોર્ડ કર્યા છે નામે

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 10:44 AM

ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનમાંથી એક સર ડોન બ્રેડમેન પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યાં છે

  • Google has celebrated the life of Don Bradman with a Doodle

    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટના મહાન બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ જોર્જ બ્રેડમેનના 110માં જન્મ દિવસ પર ગૂગલે એક ડૂડલ સમર્પિત કર્યુ છે.ગૂગલનું આ ડૂડલ ફેન્સને પસંદ પડી રહ્યું છે.

    સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના

    1908માં ન્યૂ સાઉથ વેલ્સના કટામુંડામાં જન્મેલા ડોન બ્રેડમેનને ક્રિકેટના ઇતિહાસમાં સર્વકાલિન મહાન બેટ્સમેન ગણવામાં આવે છે, તેમને ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરવા માટે ઓળખવામાં આવે છે, જેને અજીત કહેવામાં આવે છે. બ્રેડમેને ત્યારે રેકોર્ડ તોડ ઇંગ્લેન્ડના પ્રવાસે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી.બ્રેડમેને 1928માં 20 વર્ષની ઉંમરમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું, તેમને 1948માં 40ની ઉંમરમાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 99.94ની એવરેજથી 6996 રન બનાવ્યા હતા. 80 આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં બ્રેડમેનના નામે કુલ 29 સદી છે અને આ દરમિયાન 13 અડધી સદી સામેલ છે.

    ફર્સ્ટ ક્લાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે અનોખી સિદ્ધિ

    બ્રેડમેનના ફર્સ્ટ ક્લાસ મેચમાં બેટિંગની એવરેજ પણ 95.14ની શાનદાર છે, તેને 234 મેચમાં 117 અડધી સદીની મદદથી 28,067 રન બનાવ્યા છે. સંન્યાસ બાદ બ્રેડમેને પસંદગીકાર અને ત્રણ દાયકા સુધી લેખકની ભૂમિકા પણ નીભાવી છે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પોતાના નામે કેટલાક રેકોર્ડ છે. જેમાં સૌથી વધુ કરિયર બેટિંગ એવરેજ, સિરીઝ બેટિંગ એવરેજ, અન્ય લોકોની તુલનામાં પ્રતિ ઇનિંગ સદી અને બેવડી સદી ફટકારવા જેવી સિદ્ધિ સામેલ છે.

    બ્રેડમેને ઓસ્ટ્રેલિયાનું નામ ક્રિકેટ જગતમાં ગાજતુ કર્યુ

    બ્રેડમેન વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે, જેને ટેસ્ટ ઇતિહાસમાં 2 ત્રેવડી સદી ફટકારી છે. તે એકમાત્ર બેટ્સમેન છે જે ટેસ્ટ ઇનિંગમાં 299 રન બનાવી અણનમ રહ્યાં હતા. તે પ્રથમ બેટ્સમેન છે જેને પાંચમા ક્રમે આવીને ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હોય.ડિસેમ્બર 2000માં બ્રેડમેનને ન્યૂમોનિયા થયુ હતું જેની માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે બ્રેડમેનની ઉંમર 92 વર્ષ હતી. બે મહિના બાદ પોતાના ઘરમાં 25 ફેબ્રુઆરી 2001માં બ્રેડમેને અંતિમ શ્વાસ લીધા હતા. 2009માં મહાન બેટ્સમેનને આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

    મોહમ્મદ ઇરફાને બનાવ્યો ટી-20માં વર્લ્ડ રેકોર્ડ, 4 ઓવરમાં 3 મેઇડન ફેકી 1 રન આપીને ઝડપી 2 વિકેટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending