IPL / રોહિત શર્માને ક્રિકેટર બનાવનારા કોચના દીકરાનું IPLમાં ડેબ્યૂ

Siddhesh Lad Set To Make His Debut For The Indian Premier League

divyabhaskar.com

Apr 10, 2019, 11:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી સિદ્ધેશ લાડે ડેબ્યૂ કર્યુ હતું. આ મેચમાં રોહિત શર્માને ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની જગ્યાએ કિરોન પોલાર્ડને કેપ્ટન્સી સોપવામાં આવી હતી. સિદ્ધેશ લાડે પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારી સૌનું દિલ જીતી લીધુ હતું.સિદ્ધેશ લાડ રોહિત શર્માને કોચિંગ આપનારા દિનેશ લાડનો પુત્ર છે.

સિદ્ધેશ લાડે કર્યુ ડેબ્યૂ

દિનેશ લાડ રોહિત શર્માના પ્રથમ કોચ છે, તેમણે રોહિત શર્માને સ્કૂલમાં કોચિંગ આપી હતી. રોહિત શર્માની બેટિંગ ટેકનિક હોય કે તેના પાવરફુલ શોટ તમામ ભાગમાં દિનેશ લાડે કામ કર્યુ છે.રોહિત શર્મા અને સિદ્ધેશ લાડ સારા મિત્ર છે. મહત્વપૂર્ણ છે કે સિદ્ધેશ લાડ ગત 5 સિઝનથી મુંબઇ ઇન્ડિયન્સની સાથે હતો પણ હવે તેને ડેબ્યૂ કરવાની તક મળી હતી. સિદ્ધેશ લાડે ડેબ્યૂ મેચમાં 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. સિદ્ધેશ લાડે પ્રથમ બે બોલમાં જ 10 રન ફટકાર્યા હતા. સિદ્ધેશ લાડ મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.લાડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 8 અને લિસ્ટ એમાં 4 સદી ફટકારી ચુક્યો છે. લાડ 2017-19ની રણજી સિઝનમાં ટોપ સ્કોરર રહ્યો હતો, ત્યારે તેણે 7 મેચમાં 652 રન બનાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સે સિદ્ધેશ લાડને 20 લાખની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો.

રોહિત શર્મા IPLના ઇતિહાસમાં બીજી વખત થયો ટીમની બહાર

X
Siddhesh Lad Set To Make His Debut For The Indian Premier League
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી