પ્રેગનન્ટ સાનિયા મિર્ઝા પર થયો વધુ એક વિવાદ, પાક.મીડિયાએ પૂછ્યુ બાળક પાકિસ્તાની કે ભારતીય?

સાનિયા મિર્ઝાએ 12 એપ્રિલ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 11:20 AM
Shoaib Malik Perfect Reply Rumours About Nationality Of His Expected Baby

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા કેટલીક વખત આ વાત કહી ચુકી છે કે તેને ભારત-પાકિસ્તાનના સબંધ સુધારવા માટે શોએબ મલિક સાથે લગ્ન નથી કર્યા. તેમ છતા આ કપલને બે દેશની અંગત લડાઇમાં ઘસેડવામાં આવે છે. આ વખતે પણ કઇક આવુ જ થયુ છે. શોએબ મલિકને પાકિસ્તાની મીડિયાએ તેમના બાળક વિશે પૂછ્યુ હતું અને નાગરિકતા પર સવાલ ઉભો કર્યો હતો. આ પહેલા પણ સાનિયા મિર્ઝાને ભારતીય મીડિયાએ બાળકના નાગરિકત્વ વિશે સવાલ કર્યો હતો.

શોએબ મલિકે શું કહ્યું?

પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબ મલિકેને પૂછ્યુ કે તમારા બાળકને ક્યા દેશની નાગરીકતા મળશે? જોકે, આ સવાલનો જવાબ શોએબ મલિકે ધીરજથી આપ્યો હતો. શોએબ મલિકે કહ્યું, 'જો તમે મારા બાળકના અસલી કાકા હોત તો હું આ રીતનો સવાલ ના પૂછતો' મહત્વપૂર્ણ છે કે આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનમાં તેના બાળકના જન્મ પહેલા વિવાદ થયો હોય. મહત્વપૂર્ણ છે કે શોએબ મલિક પોતાનું ધ્યાન એશિયા કપમાં લગાવી રહ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરે રમાશે.મહત્વપૂર્ણ છે કે સાનિયા મિર્ઝાએ 12 એપ્રિલ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.

આવા સંસ્કાર દરેકને મળે: દીકરીના સરકાર દ્વારા સન્માન સમારંભમાં માતા-પિતાએ ઉતારી દીધા પોતાના પગરખા

X
Shoaib Malik Perfect Reply Rumours About Nationality Of His Expected Baby
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App