સ્પોર્ટ્સ ડેસ્કઃ શ્રીલંકામાં 6 માર્ચથી ટી20 ટ્રાઈ સીરિઝ રમવા જશે. આ સીરિઝ માટે જાહેર કરવામાં આવેલી ટીમ ઈન્ડિયામાં શાર્દુલ ઠાકુરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝની ટીમમાં પણ તે સામેલ હતો. શાર્દુલ ઠાકુર મીડિયમ પેસર બોલર છે, જે મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને નેશનલ ટીમમાં ડેબ્યૂથી પહેલા ઈન્ડિયા-એ અને મુંબઈની ટીમ તરફથી રમી ચુક્યો છે.
સચિન તેંડુલકરે આપી સલાહ અને બદલાઈ ગઈ Life....
- શાર્દુલ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે કરિઅર બનાવવા પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે 2012માં ડેબ્યૂ કરતા પહેલા તેનું વજન 83 કિલો થઈ ગયું હતું.
- આ સમયે રણજી ડેબ્યૂ કરતા તેના વજનની ચર્ચા થઈ રહી હતી. આ સમયે તમામ લોકો તેને સલાહ આપી રહ્યાં હતા. જોકે તેની શાર્દુલ પર અસર ન થઈ. આ સમયે સચિન તેંડુલકર સાથેની મુલાકાતમાં સચિને પણ ફિટનેસ પર ધ્યાન આપવા સલાહ આપી.
- અન્યની સરખામણીએ સચિનની વાતની શાર્દુલ પર અસર થઈ અને તેણે 13 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.
આવુ રહ્યું છે ક્રિકેટ કરિઅર...
- શાર્દુલે અત્યારસુધી પોતાના ઈન્ટરનેશનલ કરિઅરમાં 3 વનડે અને 2 ટી20 મેચ રમી છે. વનડેમાં તેણે 5 અને ટી20માં 2 વિકેટ ઝડપી છે.
- ડોમેસ્ટિક ક્રિકેટમાં શાર્દુલ ઠાકુર ફર્સ્ટ ક્લાસ કરિઅરની 55 મેચોમાં 188 વિકેટ અને લિસ્ટ-એ કરિઅરની 39 મેચોમાં 63 વિકેટ ઝડપી ચુક્યો છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ટી20માં તેણે 36 મેચમાં 38 વિકેટ ઝડપી છે.
સ્કૂલમાં ફટકારી હતી 6 બોલમાં 6 સિક્સર....
- શાર્દુલ ઠાકુરને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ રહ્યો છે, તે 13 વર્ષની વયથી વહેલી સવારે 3.30 કલાકે ક્રિકેટ રમવા જતો હતો.
- સ્કૂસ ક્રિકેટ દરમિયાન તેણે 6 બોલમાં 6 સિક્સર ફટકારીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
(આગળની સ્લાઈડ્સમાં જાણો આ બોલરની લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ્સ....)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.