કરીઅર મામલે ચિંતિત રહેતો હતો શાર્દુલ ઠાકુર, સચિનની સલાહે બદલી Life

Shardul Thakur has been handed his Test cap in the 2nd Test against West Indies in Hyderabad

DivyaBhaskar.Com

Oct 12, 2018, 11:08 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ હૈદરાબાદમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરે ડેબ્યૂ કર્યુ છે. શાર્દુલ ઠાકુરનો મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલને ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટેસ્ટ કેપ આપી હતી. આ સાથે જ શાર્દુલ ભારત તરફથી ટેસ્ટ કેપ મેળવનાર 294મો ક્રિકેટર બની ગયો છે. શાર્દુલ ઠાકુર મીડિયમ પેસર બોલર છે, જે મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને નેશનલ ટીમમાં ડેબ્યૂ પહેલા ઈન્ડિયા-એ અને મુંબઈની ટીમ તરફથી રમી ચુક્યો છે.

સચિને આપી સલાહ અને બદલાઇ ગઇ Life

શાર્દુલ ઠાકુર ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે કરીઅર બનાવવા માંગતો હતો. આ સમયે 2012માં ડેબ્યૂ કરતા પહેલા તેનું વજન 83 કિલો થઇ ગયુ હતું. આ સમયે રણજી ડેબ્યૂ કરતા તેના વજનની ચર્ચા થઇ રહી હતી. આ સમયે તમામ લોકો તેને સલાહ આપી રહ્યાં હતા. જોકે, તેની શાર્દુલ પર કોઇ અસર થઇ હતી. આ સમયે સચિન તેંડુલકર સાથેની મુલાકાતમાં સચિને પણ ફિટનેસ પર ધ્યાન આપવા સલાહ આપી હતી. અન્યની સરખામણીએ સચિનની વાતની અસર શાર્દુલ પર થઇ હતી અને તેણે 13 કિલો જેટલુ વજન ઘટાડ્યુ હતું. જોકે, શાર્દુલ ઠાકુર 10 બોલ નાખીને ઇજાગ્રસ્ત થતા બહાર થઇ ગયો હતો.

શાર્દુલ ઠાકુરની ક્રિકેટ કરીઅર

શાર્દુલ ઠાકુરે અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કરીઅરમાં 5 વન ડે અને 7 ટી-20 મેચ રમી ચુક્યો છે. વન ડેમાં 6 અને ટી-20માં 8 વિકેટ ઝડપી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાર્દુલ ઠાકુર ફર્સ્ટ ક્લાસ કરિઅરની 55 મેચોમાં 188 વિકેટ અને લિસ્ટ-એ કરિઅરની 46 મેચોમાં 75 વિકેટ ઝડપી ચુક્યો છે.

IPLમાં પંજાબની ટીમે ખરીદ્યો

2014 IPL સીઝનમાં શાર્દુલને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2015ની IPL તેને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી હતી. 2017ની IPLમાં તે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમ તરફથી રમ્યો હતો.

સચિનની 10 નંબરની જર્સી પહેરી રમવા ઉતર્યો હતો શાર્દુલ ઠાકુર

શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વન ડેમાં શાર્દુલ ઠાકુરે ડેબ્યૂ કર્યુ હતું. શાર્દુલ ઠાકુર સચિનની 10 નંબરની જર્સી પહેરીને રમવા ઉતર્યો હતો. સચિને વર્ષ 2012માં વન ડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.શાર્દુલને મેચ બાદ પૂછવામાં આવ્યુ કે તેને 10 નંબર જર્સી જ કેમ પસંદ કરી ત્યારે તેને કહ્યું, 'મારી બર્થ ડેટનું ટોટલ 10 છે માટે મે જર્સીનો નંબર 10 રાખ્યો છે. મહત્વપૂર્ણ છે કે શાર્દુલનો જન્મ 16 ઓક્ટોબર 1991 છે.આ રીતે જન્મ તિથિનું ટોટલ કરીએ તો (16+10+1991) 10 થાય છે. શાર્દુલના 10 નંબરની જર્સી પહેરવાથી વિવાદ થતા તેણે પછી આ નંબર સાથેની જર્સી પહેરવાનું છોડી દીધું અને બીસીસીઆઈએ પણ જર્સીને રિટાયર્ડ જાહેર કરી હતી.

સ્કૂલ ક્રિકેટમાં ફટકારી હતી 6 બોલમાં 6 સિક્સર

શાર્દુલ ઠાકુરને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે 13 વર્ષની વયથી વહેલી સવારે 3:30 કલાકે ક્રિકેટ રમવા જતો હતો. સ્કૂલ ક્રિકેટ દરમિયાન તેણે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. શાર્દુલે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ નવેમ્બર 2012 રણજી ટ્રોફીમાં રાજસ્થાન વિરૂદ્ધ રમતા કર્યુ હતું. જોકે, તેની શરૂઆત ખરાબ રહી હતી. કારણ કે શરૂઆતની ચાર મેચમાં તે માત્ર 4 વિકેટ જ ઝડપી શક્યો હતો.2013-14 રણજી ટ્રોફીમાં તેને શાનદાર પ્રદર્શન કરતા 6 મેચમાં 26.25ની એવરેજથી 27 વિકેટ ઝડપી હતી. જેમાંથી એક મેચમાં તેને 5 વિકેટ ઝડપી હતી. 2014-15 રણજી ટ્રોફીમાં તેનું પ્રદર્શન વધુ સારૂ બન્યુ હતું. આ સીઝનમાં તેને 10 મેચમાં 20.81ની એવરેજથી કુલ 48 વિકેટ ઝડપી હતી. આ સીઝનમાં તે સંયુક્ત રીતે ટોપ વિકેટ ટેકર બોલર રહ્યો હતો.આ પ્રદર્શન બાદ તેનું સિલેક્શન ઓસ્ટ્રેલિયા એ અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વિરૂદ્ધ રમાનાર ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા એ ટીમમાં થયુ હતું. આ વર્ષે તેને બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન ટીમ તરફથી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રમી હતી.

હાર્દિક પંડ્યાને પહેલા એક મેચના મળતા 400 રૂપિયા, આજે કમાય છે કરોડો

X
Shardul Thakur has been handed his Test cap in the 2nd Test against West Indies in Hyderabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી