લક્ઝરી કાર નહી લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે ભારતીય ક્રિકેટર, વિન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટમાં કર્યુ ડેબ્યૂ

Shardul Thakur Test Debut Against West Indies Local Train Travel

DivyaBhaskar.Com

Oct 12, 2018, 05:15 PM IST

સ્પોર્ટસ ડેસ્ક: ભારતે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ હૈદરાબાદમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરને સ્પેશ્યલ ગિફ્ટ આપી હતી. ઠાકુરે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ અને તે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 294મો ક્રિકેટર બન્યો હતો. જોકે, તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું નહતું કારણ કે માત્ર 10 બોલ ફેક્યા બાદ તેને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતું. વેસ્ટ ઇન્ડીઝની ચોથી ઓવરમાં ચોથો બોલ ફેક્યા બાદ શાર્દુલ ઠાકુર દર્દથી પરેશાન જોવા મળ્યો હતો અને લંગડાતો ચાલવા લાગ્યો હતો .ફિઝિયો પેટ્રીક ફરહાર્ટ મેદાન પર પહોચ્યા બાદ લાગ્યુ કે તેની માંસપેશીઓમાં ખેચાણ થયુ છે. તે વિરાટ કોહલી અે ફિઝિયો સાથે વાત કર્યા બાદ મેદાન છોડીને બહાર ચાલ્યો ગયો હતો.

ટ્રેનમાં મુસાફરી કરે છે શાર્દુલ ઠાકુર

ટીમ ઇન્ડિયા તરફથી રમવાનું સ્વપ્ન પૂર્ણ કરનાર શાર્દુલને કુલ બોયના નામથી ઓળખવામાં આવે છે કારણ તે લક્ઝરી કારથી નહી પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી પોતાના ઘરે જાય છે.શાર્દુલ ઠાકુર ટીમ ઇન્ડિયા સાથે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો. જોકે, તેને ડેબ્યૂની તક મળી નહતી પરંતુ તે પુરી સિરીઝમાં ટીમ સાથે રોકાયો હતો. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ શાર્દુલ ઠાકુર મુંબઇ પરત ફર્યો હતો.એરપોર્ટથી શાર્દુલ ઠાકુરે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને પોતાના ઘરે પહોચ્યો હતો. શાર્દુલ ઠાકુરે જાતે જ ટ્રેનની ટિકિટ પણ લીધી હતી. આ જોઇ મુંબઇના લોકો પણ ચોકી ગયા હતા પકંતુ તમામને આ વાતની ખુશી હતી કે ક્રિકેટર કેટલો જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. તે બાદ લોકોએ શાર્દુલ સાથે સેલ્ફી પણ લીધી હતી. શાર્દુલ ઠાકુર પછી મુંબઇમાં પોતાના ઘરે પાલઘર પહોચ્યો હતો.


કરીઅર મામલે ચિંતિત રહેતો હતો શાર્દુલ ઠાકુર, સચિનની સલાહે બદલી Life

X
Shardul Thakur Test Debut Against West Indies Local Train Travel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી