જસપ્રિત બુમરાહથી શાર્દુલ ઠાકુર, 2018માં આ 5 ભારતીય ખેલાડીઓએ કર્યુ ટેસ્ટમાં ડેબ્યૂ

Shardul Thakur Fifth Indian Player To Make Test Debut In 2018

divyabhaskar.com

Oct 13, 2018, 10:57 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરે ડેબ્યૂ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરને ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટેસ્ટ કેપ આપી હતી. ટેસ્ટ કેપ મેળવનાર તે ભારતનો 294મો ટેસ્ટ ક્રિકેટર બન્યો હતો. 2018માં ભારત તરફથી તે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર પાંચમો ખેલાડી બન્યો હતો.

આ વર્ષે ડેબ્યૂ કરનાર પાંચમો ખેલાડી બન્યો

શાર્દુલ ઠાકુરે હૈદરાબાદ ટેસ્ટમાં માત્ર 10 બોલ જ બોલિંગ કરી શક્યો હતો. શાર્દુલ ઠાકુરને ઇજા થતા મેદાનની બહાર જવુ પડ્યુ હતું. શાર્દુલ ઠાકુર પહેલા આ વર્ષે જસપ્રિત બુમરાહ, હનુમા વિહારી, રિષભ પંત, પૃથ્વી શૅા ટેસ્ટમાં ડેબ્યૂ કરી ચુક્યા છે.આ પહેલા 2013માં પણ ભારત તરફથી પાંચ ખેલાડીઓએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું જેમાં શિખર ધવન, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. આમાંથી માત્ર રોહિત શર્મા જ રેગ્યુલર ટેસ્ટ ક્રિકેટ રમતો નથી.

અંતિમ 3 ટેસ્ટમાં 3 ભારતીય ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

ભારત તરફથી અંતિમ 3 ટેસ્ટ મેચમાં 3 ભારતીય ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ હતું. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ મેચમાં હનુમા વિહારીએ ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ડેબ્યૂ મેચમાં હનુમા વિહારીએ 56 રનની ઇનિંગ રમી હતી અને 2 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પૃથ્વી શૅાએ ડેબ્યૂ કર્યુ હતું. પૃથ્વીએ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ આક્રમક સદી ફટકારી હતી. આ ઇનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું.

લક્ઝરી કાર નહી લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે ભારતીય ક્રિકેટર, વિન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટમાં કર્યુ ડેબ્યૂ

X
Shardul Thakur Fifth Indian Player To Make Test Debut In 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી