તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11માં ધોરણમાં ભણે છે ભારતને ગોલ્ડ જીતાડનાર સૌરભ ચૌધરી, પિતાને ખેતીમાં કરે છે મદદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલની મેન્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં નાની ઉંમરમાં આવુ કારનામુ કરનાર તે પ્રથમ ભારતીય શૂટર છે. આ ઇવેન્ટમાં ભારતના જ અભિષેક વર્માએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ગેમ્સ 2018માં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે.સૌરભે એશિયન ગેમ્સમાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતા કુલ 240.7 પોઇન્ટ મેળવ્યા હતા. અભિષેક કુલ 219.3 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.સૌરભ ઘરે પોતાના પિતાને ખેતીમાં પણ મદદ કરે છે. સૌરભે કહ્યું, 'મને ખેતી પસંદ છે, અમને પ્રેક્ટિસમાં વધુ રજા નથી મળતી પરંતુ જ્યારે પણ હું ગામમાં જવુ છુ ત્યારે પિતાની મદદ કરૂ છું'


સૌરભે ગોલ્ડ પર સાધ્યુ નિશાન

 

મેરઠના કલીના ગામના અભિષેકે 2015માં શૂટિંગ શરૂ કરી હતી. બાળપણથી જ તેનું સ્વપ્ન દેશ માટે કઇ કરવાનું હતું. વર્ષ 2018માં તેને તક મળી. સૌરભે જૂનિયર વર્લ્ડકપમાં ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. ઓલિમ્પિક બાદ સૌથી મુશ્કેલ ગણાતી એશિયાડમાં તેને ગોલ્ડ જીત્યો હતો. 11માં ધોરણમાં ભણતા સૌરભ ચૌધરી બાગપતના બિનૌલીના વીર શાહમલ રાઇફલ ક્લબમાં કોચ અમિત શ્યોરાણાની દેખરેખમાં પ્રેક્ટિસ કરે છે. આ સિવાય જાણીતા શૂટર જસપાલ રાણાએ પણ તેના હૂનરને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

2020 ઓલિમ્પિક આગળનું લક્ષ્ય

 

ખેડૂત પરિવારમાં જન્મેલા સૌરભ ચૌધરીનું આગળનું લક્ષ્ય 2020 ટોક્યો ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવવાનું છે. 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રા જ આ કમાલ કરી શક્યો હતો. 2017માં ગોલ્ડ મેડલ સાથે સૌરભ યૂથ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચુક્યો છે.

 

પિતાના મર્ડર બાદ વિનેશ ફોગાટ બની હતી પહેલવાન, એશિયાડમાં જીત્યો ગોલ્ડ મેડલ

 

અન્ય સમાચારો પણ છે...