આવા સંસ્કાર દરેકને મળે: દીકરીના સરકાર દ્વારા સન્માન સમારંભમાં માતા-પિતાએ ઉતારી દીધા પોતાના પગરખા

સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં મેડલ જીતીને આવતા ગુજરાત સરકાર દ્વારા સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 11:00 AM
Sarita Gayakwad Parents shoes Outside At The Ceremony By The Daughter Gujarat Government

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને પરત ફરેલા ગુજરાતી એથલીટોનું ગુજરાત સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા સન્માન સમારંભમાં સરિતા ગાયકવાડના માતા-પિતા પણ હાજર રહ્યાં હતા. સરિતા ગાયકવાડના સન્માન સમારંભ પ્રસંગે દીકરી સેલિબ્રિટી બની ગઇ હોવા છતા તેના માતા પિતા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ ભુલ્યા નહતા. દિકરીના સન્માન સમારંભમાં સ્ટેજ પર તેઓ પોતાના પગરખા કાઢીને ગયા હતા અને સમારંભમાં તેઓ તરફથી સન્માન આપ્યુ હતું.આ તસવીરે તમામનું દિલ જીતી લીધુ હતું. ગુજરાત સરકારે સરિતાને એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.

આજે પણ કાચા મકાનમાં રહે છે સરિતા

ગુજરાતને ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડ આજે પણ ડાંગ જિલ્લામાં કાચા મકાનમાં રહે છે પરિવારની સ્થિતિ પણ દયનિય છે. ગોલ્ડન ગર્લના ઘર સુધી જિલ્લા મથકે પહોચવા માટે બસ સેવા પણ નથી. ગ્રામજનોએ 4 કિમી પગપાળા જઇને બસ પકડવી પડે છે.

સરિતાના માતા-પિતા કરે છે મજૂરી

ડાંગના અંતરીયાળ ગામમાંથી આવતી 24 વર્ષીય સરિતા ગાયકવાડના પિતા લક્ષ્મણભાઇ અને માતા રમુબેન ચોમાસામાં ખેતી કામ જ્યારે અન્ય સિઝનમાં બીજા ગામમાં જઇને મજૂરી કરે છે. 2012 ખેલ મહાકુંભમાં સરિતાએ પાંચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તમામ ઇવેન્ટ તે પ્રથમ નંબરે આવી હતી. જેમાં તેને 25 હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળ્યુ હતું. તે બાદ સ્ટેટ કોચે સરિતાને મહેનત કરવાનું કહેતા તેણે સ્ટેટ અને નેશનલ લેવલની રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યુ હતું.ગુજરાતની સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ગોલ્ડન ગર્લ્સ છે. સરિતા કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીતી ચુકી છે.

પિતા સાથે ખેતરમાં કરતી ચોખાની ખેતી, તેની માટે સરકારે એરપોર્ટ પર બીછાવી દીધી રેડ ટ્રેક કારપેટ

X
Sarita Gayakwad Parents shoes Outside At The Ceremony By The Daughter Gujarat Government
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App