5 વર્ષ સુધી ચાલ્યુ અફેર, હવે ખુલ્લેઆમ સંજુ સેમસને કોલેજ ફ્રેન્ડ સાથે કર્યુ લગ્નનું એલાન

Sanju Samson And His Collegemate Charu Tie The Knot In December

DivyaBhaskar.Com

Sep 10, 2018, 12:25 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર સંજુ સેમસન જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. કેરળના આ વિકેટકીપર બેટ્સમેન ફેસબુક પર પોતાના દિલની વાત કહી છે. 23 વર્ષીય ખેલાડીએ પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરતા પોતાની લવસ્ટોરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સંજુ સેમસનનું 5 વર્ષથી ચાલતુ હતું અફેર

પોતાની ફિયાન્સી ચારૂ સાથે એક તસવીર પોસ્ટ કરતા સંજુ સેમસને લખ્યુ, 22 ઓગસ્ટ, 2013ની રાત્રે 11.11 વાગ્યે મે તેને એક 'Hi' મોકલ્યુ હતું, તે દિવસથી લઇને અત્યાર સુધી 5 વર્ષ થઇ ચુક્યા છે અને હું તેની સાથે એક તસવીર પોસ્ટ કરવાની રાહ જોઇ રહ્યો હતો અને વિશ્વને જણાવવા માંગતો હતો કે હું તેને પ્રેમ કરૂ છુ અને આ મારી માટે કેટલી ખાસ છે.'

સંજુ સેમસને આગળ લખ્યુ કે અમે સાથે સમય વિતાવતા હતા પરંતુ સાર્વજનિક રીતે ક્યારેય સાથે નથી ફરી શક્યા પરંતુ આજથી ફરી શકીએ છીએ. અમારા પરિવારજનોનો આભાર, જે આ સબંધ માટે ખુશી ખુશી માની ગયા હતા. સંજુ અને ચારૂ બન્ને મેર ઇવાનિયોસ કોલેજમાં સાથે ભણતા હતા.

ડિસેમ્બરમાં લગ્ન કરશે સંજુ સેમસન

ચારૂના પિતા બી રામેશ કુમાર પત્રકાર છે. મીડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યુ કે આ લગ્ન 22 ડિસેમ્બરે થશે. બન્નેના પરિવારજનોની સહમતી અને આશીર્વાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારૂ વર્તમાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે.

IPLમાં રાજસ્થાન-દિલ્હી તરફથી રમી ચુક્યો છે

19 જુલાઇ 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ હરારેમાં ભારતીય ટીમ તરફથી એકમાત્ર ટી-20 મેચ રમી ચુકેલા સંજુ સેમસન ટીમ ઇન્ડિયામાં તકની તલાશમાં છે. આઇપીએલ 2018માં રાજસ્થાન રોયલ્સ માટે રમનારા સંજુ દિલ્હી ડેરડેવિલ્સનો પણ ભાગ રહી ચુક્યો છે.

વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને BCCIએ કર્યા માલામાલ, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડી બન્યા કરોડપતિ

X
Sanju Samson And His Collegemate Charu Tie The Knot In December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી