સ્પોર્ટ્સ ડેસ્કઃ મેદાનમાં પૂર્વ ભારતીય બલ્લેબાજ સચિન તેંડુલકરના ચોગ્ગા-છગ્ગા તો આપણે બધાએ જોયા હશે પરંતું માસ્ટર બ્લાસ્ટરને ગલીઓમાં રમતા જોવાનો અવસર લગભગ જ ઘણાં ઓછાં લોકોને મળ્યો હશે. સોમવારે મુંબઈના રસ્તા ઉપર સચિન બલ્લેબાજી (બેટિંગ) કરતો જોવા મળ્યો. તેણે પોતાની કાર રોકી અને રસ્તા ઉપર રમતા છોકરાઓ સાથે બેટિંગ ઉપર હાથ અજમાવ્યો.
સચિન તેંડુલકરના મિત્ર તથા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ આ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સચિન રસ્તા વચ્ચે બેટિંગ કરતો જોવા મળ્યો હતો. કાંબલીએ પોતાની ટ્વિટમાં જૂના દિવસોની યાદ તાજી થઈ તેમ કહ્યું હતું. આ સમયે સચિનને પોતાની વચ્ચે રમતો જોઈને છોકરાઓ ઉત્સાહિત થઈ ઉઠ્યા હતાં અને તેમાંથી એક છોકરાએ તરત જ સચિનના હાથમાં બેટ પકડાવી દીધું હતું અને બોલિંગ શરૂ કરી હતી. ગલી ક્રિકેટનો આ વીડિયો હાલમાં ઘણો જ વાયરલ થયો છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....